Mexico Stage collapse: મેક્સિકોમાં ચૂંટણી પ્રચાર રેલીમાં મંચ તૂટ્યોઃ નવનાં મોત, 54 ઘાયલ

મેક્સિકોમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી(Mexico presidential election) થવાની છે, બુધવારે મેક્સીકોના ઉત્તરપૂર્વીય શહેર સાન પેડ્રો ગાર્ઝા ગાર્સિયા(San Pedro Garza García)માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જોર્જ અલવારેઝ મેનેઝ(Jorge Álvarez Máynez)ની ચૂંટણી પ્રચાર રેલીમાં એક મોટો અકસ્માત થયો હતો. પ્રચાર રેલી દરમિયાન ભારે પવન ફૂંકાતા સ્ટેજ ધરાશાયી(Stage collapse) થઇ ગયું હતું, જેમાં નવ લોકોના મોત થયા છે, જયારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જોર્જ અલ્વારેઝ મેનેઝે જણાવ્યું હતું કે તેમને આ ઘટનામાં કોઈ ઈજા નથી થઇ, તેઓ આ ઘટના બાદ હોસ્પિટલમાં ગયા હતા. અલ્વારેઝ મેયનેઝે કહ્યું કે આ ઘટના પછી તમામ પ્રચાર ઝુંબેશ સ્થગિત કરી દેવામાં આવી છે, પરિસ્થિતિ અને પીડિતો પર નજર રાખવા માટે તેઓ રાજ્યમાં રહેશે.
આ પણ વાંચો: Ebrahim Raisi ના મોતમાં આ દેશનો હાથ, પાકિસ્તાની પત્રકારે કર્યો આ મોટો દાવો
મેક્સિકોના ન્યુવો લિયોન રાજ્યના ગવર્નરે જણાવ્યું હતું કે 54થી વધુ લોકો ઘાયલ થયા છે અને ધ્વસ્ત સ્ટેજ હેઠળ ફસાયેલા કેટલાક લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલુ છે. ગવર્નર સેમ્યુઅલ ગાર્સિયાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મૃતકોમાં એક સગીર છે, કેટલાક ઘાયલોની સ્થિતિ સ્થિર છે જ્યારે અન્યની સર્જરી ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળે છે કે જોરદાર પવનના ઝપાટાને કારણે સ્ટેજ તૂટી પડ્યું હતું.
આ પણ વાંચો: Georgia Car Crash: જ્યોર્જિયામાં કાર પલટી જતાં 3 ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓનાં મોત, 2 ઘાયલ
મેક્સિકોની હવામાન સર્વિસે સમગ્ર પ્રદેશમાં જોરદાર પવનની આગાહી કરી હતી, બુધવારની બપોરથી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી હતી.
Momento en que se desploma escenario donde se llevaba a cabo el cierre de Campaña de la candidata a la alcaldía de San Pedro Lorenia Canavati acompañada de Jorge Álvarez Máynez, candidato a la Presidencia de Movimiento Ciudadano. Estima la Cruz Roja Mexicana 80 heridos. pic.twitter.com/RbJMBUF8xb
— Mario Castillo (@mariocastillob) May 23, 2024
અલ્વેરેઝ મેનેઝે જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સ ટીમોએ ઇવેન્ટ પહેલા સેટના સ્ટ્રક્ચરની તપાસ કરી હતી પરંતુ પવનની તીવ્રતાએ વધુ હોવાથી આ ઘટના બની. હવામાનની સ્થિતિ અસામાન્ય હતી, વરસાદ પાંચ મિનિટ પણ ચાલ્યો ન હતો… જે બન્યું તે ખરેખર અસામાન્ય હતું. આ ઘટનાની તપાસ થશે.
આ પણ વાંચો: UK general election: ઋષિ સુનકે બ્રિટનમાં ચૂંટણીની જાહેરાત કરી, આ તારીખે થશે મતદાન
મેક્સિકો 2 જૂનના રોજ દેશના ઈતિહાસની સૌથી મોટી ચૂંટણી યોજવા જઈ રહ્યું છે, એ પહેલા દેશ રાજકીય હિંસા અને હત્યાઓથી ધણધણી ઉઠ્યો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં, 28 ઉમેદવારો પર હુમલો થઇ ચુલ્યો છે, જેમાં 16 માર્યા ગયા છે, આ મેક્સિકોના ભૂતકાળમાં સૌથી લોહિયાળ ચૂંટણી સાબિત થઇ છે.