ઇન્ટરનેશનલનેશનલ

કતારથી આઠ નેવી ઓફિસર્સને છોડાવવામાં SRKનો છે હાથ? શું છે આ દાવા પાછળનું સત્ય?

ભારત સરકારે કતારની જેલમાં કેદ આઠ એક્સ નેવી ઓફિસરોને છોડાવી લીધા છે અને એમાંથી સાત તો ભારત પાછા પણ આવી ગયા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કતારની કોર્ટે અલ દાહરા કેસમાં આ આઠેય ઓફિસર મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં આ સજાને ઉંમર કેદમાં ફેરવવામાં આવી હતી. આ ઓફિસરને જાસૂસીના કેસમાં આ સજા સંભળાવવામાં આવી હતી.

આ ઓફિસર્સની ઘર વાપસી પર ભાજપાના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવો દાવો કર્યો હતો કે આ અઓફિસરને છોડાવવામાં બોલીવૂડના કિંગખાન એટલે કે શાહરૂખ ખાનનો હાથ હતો. જોકે, એસઆરકેની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. એસઆરકેની ટીમે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે નેવી ઓફિસરને છોડાવવામાં શાહરૂખ ખાનનો કોઈ જ હાથ નથી અને તેનો કોઈ સંબંધ પણ નથી. આખા દેશની જેમ જ તે પણ ઓફિસરની ઘર વાપસી પર એકદમ ખુશ છે.

શાહરૂખની ટીમે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં જણાવ્યું છે કે કતારથી નેવી ઓફિસરને છોડાવવામાં શાહરૂખ ખાનનો હાથ હોવાનું કહેવાઈ કહ્યું છે પણ અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આમાં એનો કોઈ જ હાથ નથી અને આ માત્રને માત્ર ભારત સરકારને કારણે શક્ય બન્યું છે. આ ઘટના સાથે મિસ્ટર ખાનનો કોઈ સંબંધ નથી. એટલું જ નહીં કરોડો દેશવાસીઓની જેમ જ શાહરૂખ ખાન પણ નેવી ઓફિસર્સની ઘર વાપસીને કારણે એકદમ ખુશ છે.

આ પોસ્ટને શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે અને પૂજાએ કેપ્શનમાં લખ્યું છે કે શાહરૂખ ખાન તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ… અત્રે ઉલ્લેખનીય છે પૂજા અને શાહરૂખ વર્ષોથી સાથે છે અને તે એની મેનેજર છે. તે શાહરૂખના પ્રોજેક્ટ્સથી લઈને ઈવેન્ટ્સ અને વેકેશનનું પણ ધ્યાન રાખે છે. બંનેનું બોન્ડ ખૂબ જ સ્ટ્રોન્ગ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો એસઆરકેને દર્શકોએ છેલ્લે ફિલ્મ ડંકીમાં જોયો હતો. 2023માં ધમાલ મચાવ્યા બાદ હવે 2024માં ધમાલ મચાવવા માટે એસઆરકે તૈયારીઓ કરી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button