નાદારીના આરે પહોંચેલો ભારતનો આ પડોશી દેશ, ચા પીવડાવીને ઉતારી રહ્યો છે કરોડોનું દેવું…
હેડિંગ વાંચીને તમને પણ એવો સવાલ તો ચોક્કસ જ થયો હશે કે ભાઈ આખરે અહીં વાત કયા દેશની થઈ રહી છે અને કઈ રીતે તે ચા પીવડાવીને પોતાનું દેવું ઉતારી રહ્યું છે, કેટલા સમય સુધી તે આ રીતે ચા પીવડાવીને પોતાનું કરોડનું દેવું ઉતારશે… તો તમારા આ બધા સવાલોના જવાબ તમને આ લેખ પૂરો થતાં સુધીમાં મળી જશે…
વાત જાણે એમ છે ભારતનો પડોશી દેશ શ્રીલંકા હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને અર્થવ્યવસ્થા સામે ઊભી થયેલા તમામ પડકારો વચ્ચે તે એમાંથી બહાર આવવા માટે દરેક શક્યતાઓ વિશે વિચાર કરી રહ્યો છે. આ તમામ શક્યતાઓ વચ્ચે ઈરાન પોતાનું કરોડો રૂપિયાનું ઓઈલનું બિલ ચૂકવવા માટે આ અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. શ્રીલંકા ઈરાનને ચા પીવડાવીને પોતાનું દેવું ઉતારી રહ્યો છે.
શ્રીલંકા પર ઈરાનનો 251 કરોડ ડોલરનું દેવું છે અને આ દેવું ઓઈલના નહીં ચૂકવવામાં આવેલા બિલનું છે. આ દેવું ઉતારવા માટે શ્રીલંકા પાસે પૈસા નથી અને એટલે જ તેણે એક એવો ઉપાય શોધી કાઢ્યો છે. આ ઉપાય હેઠળ જ શ્રીલંકા ઈરાનને કેશને બદલે ચા મોકલાવે છે. અત્યાર સુધીમાં શ્રીલંકાએ ઈરાનને 20 મિલિયન ડોલરની કિંમતની ચા નિકાસ કરી છે. સામે પક્ષે દેવાના બદલામાં ચા પીને તહેરાન પણ સંતુષ્ઠ છે.
શ્રીલંકાએ ઈરાન સાથે એક બાર્ટર એગ્રિમેન્ટ સાઈન કર્યું છે અને આ એગ્રિમેન્ટ હેઠળ જ તેણે 20 મિલિયન ડોલરની ચા ઈરાનને મોકલાવી છે. શ્રીલંકાની પતલી હાલત જોઈને ઈરાને પણ ડિસેમ્બર, 2021માં બંને દેશો વચ્ચે ઓઈલના બદલે ચાનો આ સમાધાન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાંના સમયમાં બાર્ટર સિસ્ટમની મદદથી જ ટ્રેડ થતું હતું જેમાં એક સામાનને બદલે બીજો સામાન આપીને વેપાર કરવામાં આવતો હતો. આર્થિક સંકળામણનો સામનો કરી રહેલું શ્રીલંકા પણ હાલમાં જૂના દિવસોની આ બાર્ટર સિસ્ટમની મદદથી પોતાનું કામ ચલાવી રહ્યું છે. શ્રીલંકાની સિલોન ચા ઈરાનમાં ખૂબ જ ફેમસ છે અને શ્રીલંકા ચાના સૌથી વધુ ઉત્પાદન અને નિકાસકારોમાંથી એક છે. પરિણામે આ મુશ્કેલ સમયમાં તેનું કામ રોકડ વિના પણ ચાલી રહ્યું છે.
આ બાર્ટર સિસ્ટમથી જ્યાં શ્રીલંકાને પણ દેવું ચૂકવવામાં મદદ મળી રહી છે ત્યારે બીજી બાજું ઈરાનને પણ આ કરારને કારણે ફાયદો જ થઈ રહ્યું છે. ઈરાન હાલમાં અમેરિકાના પ્રતિબંધોની માર ઝેલી રહ્યું છે એવામાં શ્રીલંકા સાથે બાર્ટર સિસ્ટમથી તેની જરૂરિયાત પૂરી થઈ રહી છે. શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકાએ ચીનની જાળમાં ફસાઈને દેવાળું ફૂંક્યું છે.