શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ધનુષ્કા ગુણાથિલાકા પરનો પ્રતિબંધ હટાવ્યો, ટીમમાં કરશે વાપસી
ક્રિકેટ શ્રીલંકાએ ધનુષ્કા ગુણાથિલાકાને મોટી રાહત આપી છે. વાસ્તવમાં જાતીય સતામણીના આરોપોને કારણે ધનુષ્કા ગુણાથિલાકા પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આ ક્રિકેટર પર ઓસ્ટ્રેલિયામાં જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. જે બાદ ક્રિકેટ શ્રીલંકાએ ધનુષ્કા ગુણાથિલાકા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધ હટાવ્યા બાદ ધનુષ્કા ગુણાથિલાકા રાષ્ટ્રીય ટીમમાં વાપસી થઇ શકે છે.
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં એક મહિલાએ ધનુષ્કા ગુણાથિલાકા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ મામલો નવેમ્બર 2022નો છે. તે સમયે શ્રીલંકાની ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ રમવા માટે શ્રીલંકા ગઈ હતી. ધનુષ્કા ગુણાથિલાકા તે શ્રીલંકાની ટીમનો ભાગ હતો. હવે શ્રીલંકા ક્રિકેટની સ્વતંત્ર તપાસ સમિતિએ ધનુષ્કા પરનો પ્રતિબંધ સંપૂર્ણ રીતે હટાવવાની ભલામણ કરી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો છે. શ્રીલંકા ક્રિકેટે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે ધનુષ્કા પરનો પ્રતિબંધ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.