ઇન્ટરનેશનલ

“ઈસ્લામાબાદમાં 10 હજાર સૈનિકો તૈનાત” SCO સમિટ પહેલા પાકિસ્તાનની રાજધાની બની ગઇ છે કિલ્લો!

ઇસ્લામાબાદ: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પહેલા પાકિસ્તાને સુરક્ષા વ્યવસ્થામાં ખૂબ જ વધારો કરી દીધો છે. આગામી સમયમાં 15 અને 16 ઓક્ટોબરના રોજ યોજાનારી કોન્ફરન્સને લઈને સુરક્ષાની બાબતમાં કોઈપણ ચૂક લેવા ખાવા નથી માંગતુ. હાલમાં જ ચીનના લોકોને નિશાન બનાવતા આતંકવાદી હુમલાઓથી પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકાર ચિંતિત છે. ઈમરાન ખાનની પાર્ટીના સભ્યો પણ સતત વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર ઉતરી રહ્યા છે.

કેવી છે સુરક્ષા:
આ શિખર સંમેલનમાં ચીનના વડાપ્રધાન લી કિયાંગ, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિન જેવા નેતાઓ સામેલ છે. પાકિસ્તાને સમિટમાં આવેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. એક પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ, પાકિસ્તાને ઈસ્લામાબાદમાં 900 પ્રતિનિધિઓની સુરક્ષા માટે 10,000થી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા છે. જેમાં 6,643 પોલીસ અધિકારીઓ, 1,000 ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના જવાનો, 2,000 પંજાબ કોન્સ્ટેબલરી અધિકારીઓ અને સેનાની મદદથી 888 રેન્જર્સ સુરક્ષા સંભાળી રહ્યા છે.

શિખર સંમેલનની સુરક્ષા માટે 661 અધિકારીઓ મોટરસાઇકલ પર ફરજ બજાવશે. જેઓ સતત પેટ્રોલિંગ કરશે અને સુરક્ષાની ખાસ વ્યવસ્થાનું સંચાલન કરશે. આ ઉપરાંત 2,358 રૂટ, 2,358 આવાસો, 459 આયોજન સ્થળ, 222 ઓફિસર ઉચ્ચ સુરક્ષા વાળા ક્ષેત્ર અને 37 ઓફિસર પાર્કિંગ એરિયા પર 72 કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. સમિટ દરમિયાન કોઈ અણગમતી ઘટના ન બને તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જે વિસ્તારમાં આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે તે વિસ્તારને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પ્રતિનિધિઓને ઈસ્લામાબાદના ‘રેડ ઝોન’માં અથવા તેની આસપાસના વિવિધ સ્થળોએ આવાસ આપવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે કાફલામાં 124 વાહનો રાખવામાં આવ્યા છે. તેમાંથી 84 રાષ્ટ્ર વડાઓ માટે અને 40 અન્ય પ્રતિનિધિઓ માટે હશે. રેડ ઝોનમાં સામાન્ય લોકો માટે પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker