ઇન્ટરનેશનલપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

પેરિસમાં અંબાણી પરિવાર જે હોટેલમાં રોકાયો તેનું એક રાતનું ભાડું જાણીને ચકિત રહી જશો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નની ઉજવણી પછી અંબાણી પરિવાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં જોવા મળ્યો હતો. એશિયાના સૌથી ધનિક પરિવારના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નવપરિણીત યુગલ ઉપરાંત મુકેશ, નીતા, ઈશા અંબાણી અને આનંદ પીરામલ પણ પેરિસ ઑલિમ્પિક્સની રમતો જોવા ફ્રાન્સ ગયા છે. એ જાણીતી વાત છે કે નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સભ્ય છે. અંબાણી પરિવાર જે વૈભવી જીવન જીવે છે એ તો આપણે હાલમાં તેમના પુત્ર અનંતના લગ્નમાં જોઇ જ લીધું છે. તેથી જ્યારે તેઓ પેરિસમાં હોય ત્યારે જે હોટેલમાં રોકાય તે પણ તેમના વૈભવી ઠાઠને અનુરૂપ જ હોવાની અને એની એક રાતની કિંમત પણ અધધધ… જ હોવાની એ હકીકત છે.

અહેવાલો જણાવે છે કે અંબાણી પરિવારના સભ્યો પેરિસની ફોર સીઝન્સ હોટેલ જ્યોર્જ પાંચમાં રોકાયા છે. ઓનલાઈન શેર કરાયેલા વીડિયોમાં નવદંપતી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ફોર સીઝન્સ હોટેલ જ્યોર્જ વી, પેરિસમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે, જે એક ફાઈવ સ્ટાર હોટલ છે.

અન્ય એક વીડિયોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ફોર સીઝન પ્રોપર્ટીમાં પ્રવેશતા જોવા મળ્યા હતા.

હવે આપણે આ ભવ્ય હોટેલમાં રોકાવાની કિંમત જાણીએ. ફોર સીઝન્સ હોટેલ જ્યોર્જ V તેની અસાધારણ સેવા અને વૈભવી સુવિધાઓ માટે પ્રખ્યાત છે. આ હોટલની વેબસાઈટ અનુસાર આ ભવ્ય હોટેલમાં રોકાવા માટે સૌથી સાદા રૂમની કિંમત 1.8 રૂપિયા લાખ પ્રતિ રાત્રિથી શરૂ થાય છે. જોકે, હાલમાં પેરિસ ઑલિમ્પક્સ ચાલી રહ્યો હોવાથી બધી પ્રોપર્ટીના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. હોટેલમાં મહેમાનોને ફાઇવ-સ્ટાર સ્પા, પૂલ, સૌના, ઓન-સાઇટ બુટીક અને બે વખત દૈનિક હાઉસકીપિંગ સહિતની વિવિધ સુવિધાઓ મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button