મસ્કની કંપની સ્પેસ એક્સએ અંતિમ ક્ષણોમાં સ્ટારશિપ રોકેટની ઉડાણ કરી રદ્દ, જાણો કારણ?

વોશિંગ્ટનઃ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ એ મેગા રોકેટ સ્ટારશિપના લોન્ચિંગમાં અંતિમ ક્ષણોમાં આવેલી સમસ્યાઓના કારણે તેને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.
Also read : સ્ટીવ જૉબ્સ અને માર્ક ઝુકરબર્ગના આવા જબરા ફેન? ફિલ્મસ્ટારને પણ ઈર્ષા આવશે
આ રોકેટની છેલ્લી ટેસ્ટ ફ્લાઇટમાં વિસ્ફોટ થયો હતો. કાઉન્ટડાઉન 40 સેકન્ડના નિશાન સુધી પહોંચી ગયું હતું, પરંતુ વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી 403 ફૂટ (123-મીટર) રોકેટમાં સમસ્યાઓને કારણે તેને અટકાવી દેવામાં આવ્યું હતું.
સ્ટારશીપ ટેક્સાસના દક્ષિણ છેડેથી ચાર મોક સેટેલાઇટ્સ સાથે સ્પેસ-સ્કિમિંગ ટેસ્ટ ફ્લાઇટ માટે ઉડાણ ભરવાનું હતું. સ્પેસએક્સના મતે જો સમસ્યાઓ ઝડપથી ઉકેલી આવી જશે તો આજે લોન્ચિંગ માટે વધુ એક પ્રયાસ કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે જાન્યુઆરીમાં એટલાન્ટિક મહાસાગર પર થયેલા એક વિસ્ફોટમાં સ્ટારશિપનો છેલ્લો ડેમો સમાપ્ત થઇ ગયો હતો જેમાં તુર્ક એન્ડ કૈકોસની ઉપર સળગતો કાટમાળ જોવા મળી રહ્યો હતો.
Also read : Blue Origin રચશે ઈતિહાસ; કેટી પેરી, લોરેન સાંચેઝ મહિલા ક્રૂ સાથે અવકાશ યાત્રા કરશે…
આ દાયકાના અંતમાં અવકાશ યાત્રીઓને ચંદ્ર પર ઉતારવા માટે નાસાએ સ્ટારશિપને અગાઉથી જ બુક કરી લીધું છે. સ્પેસએક્સના ઇલોન મસ્ક મંગળ ગ્રહ પર વસવાટ કરવા માટે વિશાળ રોકેટનો ઉપયોગ કરવાનો ઇરાદો ધરાવે છે.