ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Video: રનવે પર લેન્ડ કરી રેહલા વિમાન સામે બીજું વિમાન આવી ગયું, પાયલોટે આવી રીતે ટાળી દુર્ઘટના…

શિકાગો: લગભગ એક મહિના પહેલા જ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી હતી. એવામાં આજે શિકાગોમાં વધુ એક મોટી વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. પાયલોટની સતર્કતાને કારણે દુર્ઘટના ટળી ગઈ. શિકાગોના મિડવે એરપોર્ટ (Chicago Airport) પર સાઉથવેસ્ટ એરલાઇન્સનું વિમાન લેન્ડ કરી રહ્યું હતું ત્યારે, બીજું વિમાન રનવે પર ક્રોસ કરી રહ્યું હતું. એવામાં સાઉથવેસ્ટ એરલાઇન્સના વિમાનને ફરી ટેક ઓફ કરવાની ફરજ પડી હતી.

Also read : Video: દક્ષિણ કોરિયામાં નિર્માણાધીન પુલ પત્તાના મહેલની માફક તૂટી પડ્યો, જુઓ વિડીયો

X પર પોસ્ટ કરવામાં આવેલા એરપોર્ટ વેબકેમ વિડિયોમાં જોઈ શકાય છે કે સાઉથવેસ્ટ એરલાઈન્સનું પ્લેન સવારે 9 વાગ્યા પહેલા રનવેની પર લેન્ડ કરી રહ્યું છે, ત્યાં અચાનક એક નાનું જેટ વિમાન પસાર થતું દેખાય છે. સાઉથવેસ્ટ એરલાઈન્સના પ્લેનનું નોઝ અચાનક ઉપર ખેંચાય છે અને ફરી આકાશમાં ચડે છે.

પાઈલોટે જીવ બચાવ્યા:
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે, સાઉથવેસ્ટ ફ્લાઇટ 2504 સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું છે. રનવે પર આવેલા બીજા વિમાન સાથે ટક્કર ટાળવા ક્રૂએ સેફટી પ્રોસીજરનું પાલન કર્યું અને ફ્લાઇટને કોઈ પણ નુકશાન વગર લેન્ડ કરાવી.

બે પ્લેન એક રનવે પર કેવી રીતે આવ્યા?
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. નાના જેટ અને કંટ્રોલ ટાવર વચ્ચેની વાતચીતના ઓડિયો રેકોર્ડિંગમાં સંભાળવા મળે છે કે કંટ્રોલ ટાવરના કર્મચારી દ્વારા આપવામાં આવેલી સૂચનાને પાઇલટે ખોટી રીતે લીધી હતી.

Also read : અમેરિકામાં લોકો ભાડે મરઘા લઈને ઉછેરી રહ્યા છે! જાણો અચાનક એવું તે શું થયું

નોંધનીય છે કે એક મહિના પહેલા વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન એરલાઈન્સનું એક પેસેન્જર એરક્રાફ્ટ સેનાના હેલિકોપ્ટર સાથે અથડાતા 67 લોકોના મોત થયા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button