દક્ષિણ કેલિફોર્નિયામાં આગઃ ૧૩૨ ઇમારતને નુકસાન, 10,000 લોકોનાં સ્થળાંતરનો આદેશ
કેમેરિલોઃ દક્ષિણ કેલિફોર્નિયામાં ફાટી નીકળેલી આગમાં બે દિવસ કરતાં પણ ઓછા સમયમાં ૧૩૨ ઇમારત નાશ પામી છે, એમ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું. આ આગ બુધવારે સવારે વેન્ચુરા કાઉન્ટીમાં ફાટી નીકળી હતી અને લગભગ ૩૧ ચોરસ માઇલ (૮૦ ચોરસ કિમી) સુધી ફેલાઇ ગઇ હતી. જેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર અધિકારીઓએ જણાવ્યું કે અન્ય ૮૮ ઇમારતોને નુકસાન થયું છે, પરંતુ આ ઇમારતો બળી ગઇ કે પાણી કે ધુમાડાથી ક્ષતિગ્રસ્ત થઇ છે તે જણાવ્યું નથી.
લગભગ ૧૦,૦૦૦ લોકોને આજે સ્થળાંતર કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, કારણ કે માઉન્ટેન ફાયરે વેન્ચુરા કાઉન્ટીમાં કેમરિલોની આસપાસ ઉપનગરીય વિસ્તારો, ખેતરો અને કૃષિ વિસ્તારોમાં લગભગ ૩૫૦૦ ઇમારત પર ખતરો હોવાનું જારી રાખ્યું હતું.
આ પણ વાંચો : શું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ જશે? ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર થયા પુતિન
કાઉન્ટીના ફાયર અધિકારીઓએ જણાવ્યું કે પાણી છાંટતા હેલિકોપ્ટરની મદદથી ઢોળાવ પર કામ કરી રહેલા દળો સાન્ટ પાઉલા શહેરની નજીક આગના ઉત્તરપૂર્વીય કિનારે પહાડો પરના ઘરોને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. જ્યાં ૩૦,૦૦૦થી વધુ લોકો રહે છે.