ઇન્ટરનેશનલ

દક્ષિણ કોરિયન K-pop ગાયિકા પાર્ક બો રામનું 30 વર્ષની વયે નિધન

પ્રખ્યાત કે-પોપ સિંગર પાર્ક બો રામ નથી રહ્યા. 30 વર્ષીય સ્ટાર, જે લોકપ્રિય કોરિયન નાટકોમાં પોતાનો અવાજ આપવા માટે જાણીતી હતી, તેનું દક્ષિણ કોરિયામાં 11 એપ્રિલની રાત્રે અચાનક નિધન થયું છે. પાર્ક બો રામના દુઃખદ અવસાનથી K-pop સમુદાયમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

તેની એજન્સી, ઝાનાડુ એન્ટરટેઈનમેન્ટ અનુસાર. જાહેરાત મુજબ, ગીતકાર અને અભિનેતાનું કોરિયામાં આકસ્મિક મૃત્યુ થયું હતું. પોલીસ તપાસ ચાલી રહી છે અને મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. અહેવાલ મુજબ, પાર્ક બો રામ આ વર્ષના અંતમાં બે નવા ગીતો રજૂ કરવા પર કામ કરી રહ્યા હતા.


જે રાતે તેનું મૃત્યુ થયું તે રાતે તે તેના મિત્રો સાથે એક ખાનગી ગેધરિંગ્સમાં ડ્રિંક કરી રહી હતી. રાતે લગભગ 10 વાગ્યાની આસપાસ તે ટોયલેટમા ંગઇ હતી. ઘણા સમય સુધી તે પાછી નહીં આવતા તેના મિત્રો તેને શઓધવા બાથરૂમમાં ગયા હતા, જ્યાં તે બેભાન અવસ્થામાંમળી આવી હતી. તેને તુરંત સીપીઆર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. હૉસ્પિટલના ડૉક્ટરોએ તેને 11.17 કલાકે મૃત જાહેર કરી હતી.


પાર્ક બો રામે 17 વર્ષની ઉંમરે K-pop ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેણે 2010માં ગાયન સ્પર્ધા ‘સુપર સ્ટાર K2’માં ભાગ લીધો હતો. તે સમયે તે હાઇસ્કૂલની વિદ્યાર્થિની હતી જેને R&B સંગીત પસંદ હતું. સ્પર્ધામાં તે ફાઇનલિસ્ટમાંની એક બની અને આઠમા સ્થાને આવી હતી. 2014 માં તેણે પોપ સંગીતની દુનિયામાં સત્તાવાર શરૂઆત કરી હતી. એ જ વર્ષે તેણે 2014 ગાંવ ચાર્ટ મ્યુઝિક એવોર્ડ્સમાં આર્ટિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો.


તે સુપરહિટ K-નાટક, રિપ્લાય 1998 માટે OST હ્યવા ડોંગ ગાવા માટે સૌથી વધુ લોકપ્રિય છે. આ ઉપરાંત, તેણે સોરી, ડાયનેમિક લવ, પ્રીટી બે, બ્યુટીફુલ અને અન્ય જેવા ગીતો પણ ગાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button