ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ‘Yoon Suk Yeol’ની ધરપકડ, મહાભિયોગનો કરતા હતા સામનો

સિઓલઃ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂનની (Yoon Suk Yeol) ધરપકડ કરવામાં આવી હતી. મહાભિયોગનો સામનો કરતા યૂન સુકની ધરપકડ કરવા અધિકારીઓ પહોંચ્યા ત્યારે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. અધિકારીઓ જ્યારે રાષ્ટ્રપતિ નિવાસ પહોંચ્યા ત્યારે સુરક્ષાદળોએ વાહનો આડા બેરિકેડ મુકીને તેમને અંદર પ્રવેશવા દીધા નહોતા. આ દરમિયાન સત્તારૂઢ પાર્ટી અને યૂનની કાનૂની ટીમના કેટલાક સભ્યો તપાસમાં અડચણ ઉભી કરતા હતા. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આખરે હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ દક્ષિણ કોરિયાના અધિકારીઓ દ્વારા યૂન સુતની ધરપકડ થઈ હતી.

વાહનોને અંદર જતા અટકાવ્યા

તપાસ એજન્સી સીઆઈઓ અને પોલીસ,કોર્ટમાંથી જારી થયેલા ધરપકડ વોરંટને લઇ રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન પહોંચ્યા હતા. પરંતુ રાષ્ટ્રપતિના સુરક્ષા સેવાએ વાહનોને અંદર જતા અટકાવ્યા હતા. ઉપરાંત સત્તારૂઢ પીપલ્સ પાવર પાર્ટીના સાંસદ તથા યૂનની કાનૂની ટીમના સાંસદોના એક ગ્રુપે નિવાસના પ્રવેશ દ્વારા પર તપાસકર્તાઓનો વિરોધ કર્યો હતો.

Also read: દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતાને ચાકુ મારનાર શખસની થઈ આટલા વર્ષની જેલ

ત્રણ સમન્સની કરી હતી અવગણના

આ દરમિયાન રાષ્ટ્રપતિ નિવાસ બહાર ભીડ એકત્ર થઈ ગઈ હતી. પોલીસ મુજબ મહાભિયોગ દરમિયાન રાષ્ટ્રપતિના આશરે 6500 સમર્થક હાજર હતા. રાષ્ટ્રપતિ નિવાસમાં દાખલ થવા પોલીસે આશરે 3000 અધિકારીઓ તૈનાત કર્યા હતા. સિયોલ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે પહેલા યૂ માટે વોરંટ જાહેર કર્યું હતું. તેમને 3 ડિસેમ્બર, 2024ના રોજ માર્શલ લો લગાવવા તેમના અસફળ પ્રયાસ અંગે પૂછપરછ માટે હાજર થવા ત્રણ સમન્સની અવગણના કરી હતી.
મહાભિયોગ માટે ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું.

મહાભિયોગ માટે ગુપ્ત મતદાન થયું હતું

ડિસેમ્બર 2024માં દેશમાં માર્શલ લૉ લગાવવાના તેના પ્રયાસને લઈ નેશનલ એસેમ્બલી દ્વારા યૂ પર મહાભિયોગ લગાવવામાં આવ્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાવવા માટે સંસદના સભ્યોએ મતદાન પણ કર્યું હતું.ત્રણ સભ્યોએ મતદાનથી અંતર જાળવ્યું હતું. જ્યારે આઠ મતને ગેરકાયદે ગણાવવામાં આવ્યા હતા. મતદાન એક ગુપ્ત મતદાન માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેમાં મહાભિયોગ માટે જરૂરી બે તૃતીયાંશ મત પડ્યા હતા. વિધાનસભામાં મહાભિયોગ પ્રસ્તાવ પર તમામ 300 સભ્યોએ મતદાન કર્યું હતું. મતદાનના પરિણામો બાદ યૂંને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button