South Korea President's Wife Handbag Sparks Crisis

South Korea ના રાષ્ટ્રપતિના પત્નીની હેન્ડબેગે સર્જી રાજકીય ઉથલ પાથલ, હવે મહાભિયોગની સંભાવના

સિયોલ : દક્ષિણ કોરિયાના(South Korea)રાષ્ટ્રપતિએ માર્શલ લૉ લાગુ કર્યા બાદ વિવાદ ઉભો થયો છે. જેમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ હાલમાં સંભવિત મહાભિયોગ મુદ્દે સમાચારમાં છે. આ દરમિયાન અનેક વિવાદો અને ભૂલોને કારણે તેમની સરકારની લોકપ્રિયતા ઘટી રહી છે. જેમાં સૌથી વિવાદાસ્પદ ઘટનાઓમાં તેની પત્ની કિમ ગોન-હી ને શંકાસ્પદ સંજોગોમાં આપવામાં આવેલી લક્ઝરી ડાયર(Dior) હેન્ડબેગ સામેલ છે. આ ઘટના 2022ની છે પરંતુ તે નવેમ્બર 2023માં ફરી ચર્ચામાં આવી અને 2024માં રાજકીય હંગામાનું કારણ બની છે.

શું છે સમગ્ર મામલો?

દક્ષિણ કોરિયામાં રાજકીય વિવાદ ત્યારે થયો જ્યારે ડાયર( Dior) કંપનીની લક્ઝરી હેન્ડબેગ તેની ફર્સ્ટ લેડી કિમ કેયુન હીને આપવામાં આવી. જોકે, આ ઘટના 2022માં બની હતી પરંતુ તે નવેમ્બર 2023માં ચર્ચામાં આવી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતું. દક્ષિણ કોરિયામાં વિરોધ પક્ષોએ દાવો કર્યો છે કે લક્ઝરી બેગ લાંચ તરીકે આપવામાં આવી હતી અને આ મામલે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. જોકે, રાષ્ટ્રપતિ યુન અને ફર્સ્ટ લેડી બંનેએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમજ દાવો કર્યો કે ભેટ તેમને બદનામ કરવાના ષડયંત્રનો ભાગ છે.


Also read:પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની ઉત્તર કોરિયાએ અમેરિકા-દક્ષિણ કોરિયાને આપી ધમકી…


પાસ્ટરે વીડિયો શૂટ કર્યો હતો

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વિરોધ પક્ષના પાસ્ટર ચોઈ જે-યંગે એક વીડિયો શૂટ કર્યો. આ વિડિયોમાં રાષ્ટ્રપતિની પત્ની 3 મિલિયન વોન અંદાજે રૂપિયા 1,90,000 માં ડાયર બેગ સાથે જોવા મળી હતી. ચોઈ પહેલાથી જ રાષ્ટ્રપતિ વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહ્યા છે. તેણે પોતાની ઘડિયાળમાં છુપાયેલા કેમેરાથી વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં તે કિમ દ્વારા સંચાલિત પ્લાનિંગ ફર્મની ઓફિસની મુલાકાત લેતો જોવા મળે છે. અહીં રાષ્ટ્રપતિની પત્નીને એક શોપિંગ બેગ આપવામાં આવે છે. તે ડાયર( Dior) બેગ હતી. આ વિડિયો એક વર્ષ પછી ડાબેરી રાજકીય સાઇટ પર શેર કરવામાં આવ્યો હતો.

મહાભિયોગની શક્યતા વધી ગઈ

દક્ષિણ કોરિયાની શાસક પીપલ્સ પાવર પાર્ટી ના વડાએ શુક્રવારે ‘માર્શલ લો’ લાદવા માટે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની બંધારણીય સત્તાઓને સસ્પેન્ડ કરવાનું સમર્થન કર્યું હતું. જેનાથી યુન પર મહાભિયોગ થવાની સંભાવના વધી હતી. યુને આ અઠવાડિયે ‘માર્શલ લૉ’ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ સાંસદોએ ‘માર્શલ લૉ’ હટાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું, જેના કારણે તે માત્ર છ કલાક માટે અમલમાં હતો.


Also read: દક્ષિણ કોરિયન K-pop ગાયિકા પાર્ક બો રામનું 30 વર્ષની વયે નિધન


વિરોધ પક્ષોએ યુન દ્વારા લાદવામાં આવેલા ટૂંકા ગાળાના માર્શલ લોને “ગેરબંધારણીય, ગેરકાયદે બળવા તરીકે વર્ણવ્યો હતો અને યુન પર મહાભિયોગ કરવા માટે શનિવારે સંસદીય મતદાન માટે દબાણ કરી રહ્યા છે. જો કે, તેમને મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવવા માટે શાસક પક્ષના કેટલાક સભ્યોના સમર્થનની જરૂર પડશે.

સંબંધિત લેખો

Back to top button