દક્ષિણ કોરિયાના બેટરી પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ, 20 થી વધુના મોત
સિયોલ: આજે સોમવારે દક્ષિણ કોરિયા(South Korea)માં લિથિયમ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ(Battery plant)માં ભયંકર વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. રાજધાની સિયોલની દક્ષિણે આવેલા હવાસેઓંગ(Hwaseong)માં બેટરી ઉત્પાદક એરિસેલ(Aricell)ની ફેક્ટરીમાં સવારે 10:30 વાગ્યે (0130 GMT) લાગી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, અહેવાલો મુજબ ફેક્ટરીની અંદર લગભગ 20 મૃતદેહો મળી આવ્યા છે,
ફયાર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ લગભગ 35,000 યુનિટની ક્ષમતા ધરવતા વેરહાઉસની અંદર બેટરી સેલમાં વિસ્ફોટ થયા પછી આગ શરૂ થઈ હતી. લગભગ 20 મૃતદેહો મળી આવ્યા છે.
તસ્વીરોમાં જોઈ શકાય છે કે બિલ્ડિંગની અંદર આગની જ્વાળાઓ ભભૂકી રહી છે, ફેક્ટરીની ઉપરના આકાશમાં ધુમાડો છવાયેલો જોવા મળે છે. ફાયર વિભાગની ડઝનબંધ ગાડીઓ બહાર જોવા મળી હતી.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે અધિકારીઓને કટોકટીની સૂચનાઓ જારી કરી, તેમણે લોકોને શોધવા અને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ ઉપલબ્ધ કર્મચારીઓ અને ઉપકરણોને એકત્ર કરવા સુચના આપી છે.
Also Read –