દક્ષિણ ચીન સમુદ્રમાં ઈન્ડોનેશિયાના કોસ્ટ ગાર્ડ સાથે ટક્કર બાદ ચીને કરી પીછેહઠ, જાણો વિગત
દક્ષિણ ચીન સમુદ્રમાં (South China Sea) વારંવાર પોતાની દાદાગીરી કરતું ચીન આ વખતે ગોથું ખાઈ ગયું છે. ઈન્ડોનેશિયાના કોસ્ટ ગાર્ડ સાથે ટક્કર બાદ દરિયામાં જંગ થઈ શકે છે. ઈન્ડોનેશિયાએ (Indonesia) દાવો કર્યો છે કે ચીન તેના કોસ્ટ ગાર્ડની સામે લાંબો સમય ટકી શક્યું નહીં અને તેનું જહાજ લઈને ત્યાંથી જતું રહ્યું હતું. ઈન્ડોનેશિયાના દાવા મુજબ, તેના પેટ્રોલિંગ જહાજોએ ચીનના કોસ્ટ ગાર્ડ (Chinese Coast Guard) જહાજને દક્ષિણ ચીન સાગરના વિવાદિત વિસ્તારમાં પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. ઈન્ડોનેશિયાના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી.
ઇન્ડોનેશિયાની મેરીટાઇમ સેફ્ટી એજન્સીએ જણાવ્યું કે ચીની જહાજ ‘MV જીઓ કોરલ’ નામના તેના જહાજ પાસે બે વાર પહોંચ્યું હતું અને ડેટા એકત્રિત કરવા માટે હાથ ધરાયેલા સર્વેમાં વિક્ષેપ પાડ્યો હતો. બંને દેશો દ્વારા દાવો કરાયેલા દક્ષિણ ચીન સાગરના ભાગમાં રાજ્યની ઉર્જા કંપની પીટી પરટામિના દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. ચીન માટે ‘નાઈન-ડૅશ લાઇન’ મહત્ત્વની છે, જેનો ઉપયોગ તે દક્ષિણ ચીન સમુદ્રના મોટા ભાગના તેના દાવાની રૂપરેખા આપવા માટે કરે છે.
ચીનના જહાજો અહીં દરરોજ ઘૂસણખોરી કરતા હતા
આ પણ વાંચો : હવે ગધેડાને મારીને કમાણી કરશે પાકિસ્તાન: ચીન સાથે થયો કરાર…
ફિલિપાઈન્સને સંડોવતા 2016ના આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશનના ચુકાદાએ સમુદ્રમાં ચીનના મોટા ભાગના દાવાઓને અમાન્ય ઠેરવ્યા હતા. પરંતુ, ચીને આ નિર્ણયની અવગણના કરી છે અને તેને નકલી ગણાવ્યો છે. ઇન્ડોનેશિયાના જણાવ્યા અનુસાર, ચાઇનીઝ જહાજો નિયમિતપણે ઇન્ડોનેશિયામાં પ્રવેશ કરે છે જેને ઉત્તર નટુના સમુદ્ર કહે છે. ચીનના આમ કરવાથી બંને દેશો વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે. ઇન્ડોનેશિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે ચાઇનીઝ કોસ્ટ ગાર્ડ જહાજ CCG 5402 એમવી જીઓ કોરલ નજીક જોવા મળ્યું હતું.