ઇન્ટરનેશનલ

તો શું ચીનની હૉસ્પિટલોમાં દેખાઈ રહેલી ભીડનું કારણ આ છે?

દુનિયાના લોકોને હજી તો કોરોના મહામારીમાંથી કળ વળી નથી ત્યાં તો ફરીથી ચીનમાં હેલ્થ ઇમકજન્સીના સમાચારે વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ચીનમાં હાલ હ્યુમન મેટાપ્યુમો વાયરસ (HMPV )નો પ્રકોપ દેખાઈ રહ્યો છે. આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વાયરસને કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યાના પણ અહેવાલો છે.
એચએમપીવી વાયરસથી સંક્રમિત દર્દીઓના કારણે ચીનની હોસ્પિટલો ઉભરાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં આવી સ્થિતિ 5 વર્ષ પહેલા કોરોના વાયરસના સંક્રમણના સમય જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા છે, જેમાં નબળા દેખાતા બાળકો હૉસ્પિટલના બેડ પર સૂતા છે, તેમની નસમાં (IV) લગાવેલી છે. તેમની બાજુમાં નર્વસ માતાપિતા ઊભા છે. કેટલીક તસવીરોમાં ગીચ હોસ્પિટલના વોર્ડ, દર્દીઓની લાંબી કતારો અને પ્રોટેક્ટિવ ગિયરમાં તબીબી સ્ટાફ જોવા મળે છે. આ કષ્ટદાયક તસવીરો કોવિડ-19 રોગચાળાના દ્રશ્યોની યાદ અપાવે છે. પરંતુ આ ભયજનક દ્રશ્યો પાછળની વાસ્તવિકતા કંઇ અલગ જ હોવાનું જાણવા મળ્યું છે.

ચીનના લોકો આરોગ્ય માટે ઘણા જ જાગૃત છેઃ-
ચીનની આરોગ્યસંભાળ સંસ્કૃતિ ભારત કરતા ઘણી જ અલગ છે. તેઓ સ્વાસ્થ્ય વિશે ઘણા જ જાગૃત છે. તેઓ કોઇ પણ નાની મોટી બીમારી હોય તો તુરંત જાહેર આરોગ્ય સેવાઓ અને હૉસ્પિટલમા જઇને તપાસ કરાવવાનું પસંદ કરે છે. ભારતમાં લોકોને કોઇ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા આવે ત્યારે તેઓ પહેલા ઘરેલું ઉપાયો અજમાવે છે, બાદમાં ઘરની નજીકના જનરલ પ્રેક્ટિશનરોની સલાહ લે છે, પણ ચીનમાં એવું નથી. તેઓ નાની મોટી બીમારી માટે સરકારી સુવિધાઓમા જવાનું જ પસંદ કરે છે. શિયાળા દરમિયાન શરદી, ખાંસી, તાવ, જેવી ઘણી નાની-મોટી બીમારી ફેલાતી જ હોય છે. ઘણી બીમારી ચેપી પણ હોય છે. કેટલાક ચેપ પહેલેથી લાગી જતા હોય છે.

ચીનમાં જનરલ પ્રેક્ટિશનરોની ડિસ્પેન્સરી ખાસ જામી શકતી નથી, કારણ કે લોકોને તેમના પર બહુ ઓછો વિશ્વાસ છે. તેઓ નાની મોટી બીમારી માટે પણ હૉસ્પિટલમાં નિદાન માટે જાય છે. ડૉક્ટરોની ડિસ્પેન્સરીમાં પેશન્ટ જ ના આવે તો પછી તેઓ પણ શું કરે? તેથી જ ચીનમાં ભારતની જેમ નાની મોટી ડિસ્પેન્સરી કે દવાખાના પણ ખાસ જોવા મળતા નથી.

આ ઉપરાંત ચીનમાં કોઇ પણ બીમારી હોય, સૌથી પહેલા IV drip લગાવી દેવામાં આવે છે. તેથી જ જ્યારે પણ ચીનમાંથી કોઇ ફોટા વાયરલ થાય તેમાં લોકો IV drip લગાવેલા જ જોવા મળતા હોય છે. એક મેડિકલ જર્નલમાં જણાવવામાં આવ્યું હતું કે ચીને 2009 માં 10.4 બિલિયન બોટલ IV drip એટલે કે સરેરાશ એક વ્યક્તિ દીઠ આઠ બોટલ IV drip વાપરી હતી. આ વપરાશ સામાન્ય વપરાશથી ઘણો જ વધારે છે. અન્ય દેશો, તેનાથી વિપરીત, ભાગ્યે જ વ્યક્તિ દીઠ 2.5 થી 3 બોટલ જેટલો ઊંચો વપરાશ દર્શાવે છે.

IV drip શું છેઃ-
સામાન્ય ભાષામાં કહીએ તો આપણા દેશમાં લોકોને ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવે છે એ જ IV drip છે. IV drip પ્રવાહી, દવાઓ અને પોષક તત્વોને વ્યક્તિની નસમાં જ ડાયરેક્ટ આપવામાં આવે છે. આમ નસ દ્વારા સીધા લોહીના પ્રવાહમાં પ્રવાહી, દવા અથવા પોષક તત્વો પહોંચાડવાની પદ્ધતિ IV drip છે. IV dripમાં સામાન્ય રીતે પાણી, ગ્લુકોઝ (ખાંડ) અને ઇલેક્ટ્રોલાઇટ્સ (પોટેશિયમ, સોડિયમ અને ક્લોરાઇડ) હોય છે. IV drip સામાન્ય રીતે સલામત હોય છે. ક્યારેક દવા ગળી ન શકતા વડીલો, બાળકોને દવા આપવા માટે IV dripનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો…Justin Trudea આજે આપી શકે છે PM પદ પરથી રાજીનામું

નેશનલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) કોવિડ ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ ડૉ. રાજીવ જયદેવને કેટલાક ભારતીય દર્દીઓની માનસિકતા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ઘણા દર્દીઓ એવા છે કે જેઓ પોતે ડોકટરોને દવાઓ લખવાનું કહે છે અને ઈન્જેક્શન અથવા મલ્ટીવિટામીનની વિનંતી કરે છે. આ દર્દીઓ ઘણીવાર ડૉક્ટરની વિશ્વસનીયતા પર પણ શંકા કરે છે. જો તેઓને પ્રિસ્ક્રિપ્શન આપવામાં ન આવે અથવા ખાલી હાથે ઘરે મોકલવામાં આવે તો તેઓ માનતા જ નથી.”

તેઓ જણાવે છે કે ચીનના IV drip વાળા લોકોના ફોટો કે હૉસ્પિટલની બહાર લાંબી લાઇન જોઇને આપણે ગભરાઇ ના જવુ જોઇએ, કારણ કે વાસ્તવિક્તા ઘણી જ અલગ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button