ઇન્ટરનેશનલ

સાઉદીમાં સ્મૃતિ ઇરાનીએ ઈતિહાસ રચ્યો, પહેલીવાર કોઈ બિન-મુસ્લિમ નેતા મદીના પહોંચ્યા

મદીનાઃ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા ભારતની મહિલા અને લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મુસ્લિમો માટે પવિત્ર શહેર મદીનાની મુલાકાત લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ બિન-મુસ્લિમ ભારતીય પ્રતિનિધિમંડળ મદીના શહેર પહોંચ્યું છે. એટલું જ નહીં, આ મદીનાની મુલાકાત દરમિયાન સ્મૃતિ ઈરાનીએ હિજાબ પણ પહેર્યું ન હતું. કટ્ટર ઈસ્લામિક કાયદાઓ માટે જાણીતા સાઉદી અરેબિયાના મદીના શહેરમાં સ્મૃતિ ઈરાનીના આગમનને ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. સ્મૃતિ ઈરાનીએ ભારતીય હજ યાત્રિકો માટે પૂરી પાડવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરી હતી. આને ભારતીય કૂટનીતિની મોટી જીત માનવામાં આવી રહી છે. નોંધનીય છે કે સાઉદી અરેબિયાના પ્રિન્સે વર્ષ 2021માં મદીના શહેરને બિન-મુસ્લિમો માટે પણ ખોલ્યું હતું.


સ્મૃતિ ઇરાનીએ સોશિયલ મીડિયા પર મદીનાની ઐતિહાસિક સફરના ફોટા પણ શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની મદીનાની મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના શ્રેષ્ઠ સંબંધોને દર્શાવે છે.


અગાઉ સ્મૃતિ ઈરાનીએ હજ 2024ને લઈને સાઉદી અરેબિયા સાથે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર મુજબ ભારતીય હજ યાત્રીઓનો કુલ ક્વોટા હવે 1,75,025 પર પહોંચી ગયો છે. આ સિવાય સ્મૃતિ ઈરાનીએ ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયેલા ભારતીય લોકો સાથે મુલાકાત કરી હતી. સ્મૃતિ ઇરાનીએ હજારો ભારતીય હજ યાત્રિકોને સારી સુવિધા પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સિવાય સ્મૃતિ ઈરાની અલ બલાદ જેદ્દાહ પણ ગયા હતા જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે. સાઉદી અરેબિયાએ બિન-મુસ્લિમ જૂથને મદીનામાં પ્રવેશવાની મંજૂરી આપીને અભૂતપૂર્વ વલણ અપનાવ્યું છે.


સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ધર્મ પાળતા લાખો કરોડો લોકો માટે મદીના એક મહત્વપૂર્ણ શહેર છે. સાઉદી અરેબિયાના હેજાઝ ક્ષેત્રમાં આવેલા મદીનામાં પયગંબર મુહમ્મદ રોકાયા હતા, જેને ઇસ્લામિક કેલેન્ડરની શરૂઆત માનવામાં આવે છે. સ્મૃતિ ઇરાનીએ ઉહુદ પર્વત, કુબા મસ્જિદ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. ઉહુદ પર્વત પાસે ભયંકર યુદ્ધ થયું હતું, અહીં ઘણા મુસ્લિમ શહીદોની કબર આવેલી છે, જ્યારે કુબા મસ્જિદને ઇસ્લામ ધર્મની પ્રથમ મસ્જિદ માનવામાં આવે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker