ઓ બહેનાઃ બે બહેનોનો આ મિલાપ તમારી આંખમાં પણ લાવી દેશે આસું
રામાનંદ સાગરની રામાયણમાં ભરત મિલાપનો એપિસૉડ જોઈને ઘણાની આંખો ભીની થઈ હતી. લોહીના સંબંધો ખૂબ જ મજબૂત હોય છે. કોઈ ગમે તે કહે પણ ભાઈ એ ભાઈ ને બહેન તે બહેન. આવી જ બે બહેનો લાંબા સમય બાદ મળી ત્યારે તેમની ભાવનાઓ શેર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આમ તો આ બન્ને છ વર્ષ બાદ મળ્યા છે એટલે આ સમયગાળો વધારે લાંબો નથી, પણ અહીં મહત્વની વાત એ છે કે એક બહેન 100 વર્ષની છે જ્યારે બીજી બહેન 90 વર્ષની.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં બે વૃદ્ધ બહેનો વચ્ચેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આ વીડિયો ચિઆરા ગોડિયો નામની યુવતીએ બનાવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે લખ્યુ છેકે, ચિઆરાની દાદી 90 વર્ષની છે અને તેની મોટી બહેન 100 વર્ષની છે. બંનેએ 6 વર્ષ પછી એકબીજાને જોયા ત્યારે તેમની પ્રતિક્રિયા ભાવુક કરી દેનારી હતી. વૃદ્ધ મહિલા સોફા પર બેઠા છે.
ત્યારપછી પરિવારના સભ્યો તેની નાની બહેનને ત્યાં લાવે છે. નાની બહેન તેની મોટી બહેનને જોતાં જ ખૂબ જ ભાવુક થઈ જાય છે અને બેકાબૂ થઈને રડવા લાગે છે. જ્યારે આ મહિલાએ તેની નાની બહેનને આટલી મોટી ઉંમરે જોઈ તો તે બાળકની જેમ રડવા લાગી હતી. આ વીડિયોને આ વીડિયોને 12 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.