ઇન્ટરનેશનલ

સિંગાપોરમાં કાર ખરીદવી લોકોની પહોંચની બહાર

કાર ખરીદવાની પરવાનગી માટે ચૂકવવા પડશે 88 લાખ રૂપિયા


સિંગાપોરઃ જો તમે સિંગાપોરમાં રહો છો અને કાર ખરીદવા માંગો છો, તો પહેલા તમારે પ્રમાણપત્રની જરૂર પડશે. આ સર્ટિફિકેટની કિંમત હવે 1.06 લાખ યુએસ ડોલર સુધી પહોંચી ગઈ છે. જો ભારતીય રૂપિયામાં ગણતરી કરવામાં આવે તો આ રકમ લગભગ 90 લાખ રૂપિયા થાય છે. સિંગાપોર કાર ખરીદવા માટે વિશ્વનું સૌથી મોંઘું સ્થળ બની ગયું છે. અન્ય દેશોમાં કાર ખરીદવી ખૂબ જ સરળ છે, પરંતુ સિંગાપોરમાં કારના માલિક બનવું સૌથી મુશ્કેલ છે.

વાસ્તવમાં, અહીંના નિયમ મુજબ, સિંગાપોરમાં કારની માલિકી મેળવવા માટે, વ્યક્તિએ પહેલા પ્રમાણપત્ર માટે બિડ કરવી પડશે, જેની કિંમત હવે $106,000 છે, જે ભારતીય નાણાંમાં 88,23493 રૂપિયા છે. જો તમે અહીં સરકારી સબસિડીવાળા ઘર ખરીદવા માંગતા હો, તો તેની કિંમત લગભગ S$125,000 છે, જે એક કાર કરતા પણ ઓછી છે.

સિંગાપોરમાં જેટલી જ રકમમાં તમે કાર ખરીદી શકો છો, તેટલી જ રકમમાં તમે અમેરિકામાં 4 ટોયોટા કેમરી હાઈબ્રિડ કાર ખરીદી શકો છો. COE, નોંધણી ફી અને કર સહિત, નવા સ્ટાન્ડર્ડ ટોયોટા કેમરી હાઇબ્રિડની કિંમત હાલમાં સિંગાપોરમાં S$251,388 ($183,000) છે, જ્યારે યુએસમાં તેની કિંમત $28,855 છે.

સિંગાપોર જેવા નાના દેશમાં વાહનોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે 1990માં 10 વર્ષની “સર્ટિફિકેટ ઑફ એલિજિબિલિટી” (COE) સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. સિંગાપોરમાં વસ્તી 5.9 મિલિયન છે અને અહીં લોકો કાર દ્વારા એક કલાકમાં આખા શહેરમાં ફરી શકે છે. આવી સ્થિતિમાં રોડ અકસ્માત ન થાય અને શહેરમાં વધુ ટ્રાફિક જામ ન થાય તે માટે COE સિસ્ટમ અપનાવવામાં આવી હતી.


આ અંતર્ગત, રસ્તા પર વાહનોની કુલ સંખ્યા અંદાજે 950,000 સુધી મર્યાદિત કરવામાં આવી છે. જોકે, આટલી મોંઘી કાર મળવા છતાં અહીં ખરીદનારાઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. જો કે, ઘણા લોકો કાર માટેની ક્વોટા સિસ્ટમને ટેકો આપે છે અને જણાવે છે કે આ પરમિટ સિસ્ટમને કારણે જ સિંગાપોરમાં અન્ય મોટાદેશો અને શહેરોની જેમ ટ્રાફિક ભીડનો અનુભવ થતો નથી.

દારૂ પીને ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ કરતી વખતે ફોનનો ઉપયોગ, જોખમી ડ્રાઇવિંગ અને કાર રેસિંગ બધું અહીં ગેરકાયદેસર છે. જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે, તો તેનું પ્રમાણપત્ર રદ થઈ શકે છે અને તેની સામે કોર્ટમાં કાર્યવાહી થઈ શકે છે.


સિંગાપોરના સરકાર સાર્વજનિક પરિવહન પ્રણાલીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે, જેથી સિંગાપોર વિશ્વનો શ્રેષ્ઠ અને પ્રદૂષણ મુક્ત દેશ ગણાય. દરમિયાન, સ્થાનિક લોકો મોટરસાઇકલ મેળવવાનું પસંદ કરી શકે છે જેની પરમિટની કિંમત S$10,856 (અંદાજે રૂ. 6.5 લાખ) છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button