ઇન્ટરનેશનલ

નવી મહામારીના સંકેત ! ચીનમાં મળ્યા કોરોનાથી પણ ખતરનાક 20 વાયરસ

બેઈજિંગ : ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસથી અસર હજુ પણ વિશ્વ બહાર આવી શક્યું નથી. કોરોના વાયરસે વિશ્વમાં અનેક લોકોના જીવ લીધા છે. તેમજ તેનો ડર હજુ પણ લોકોમાં વ્યાપી રહ્યો છે. ત્યારે ચીનથી જ એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. જેમાં કોરોનાના કારણે ફેલાયેલા ગભરાટ વચ્ચે હવે ચીની વૈજ્ઞાનિકોએ 20 વધુ વાયરસ શોધી કાઢ્યા છે જે કોરોના કરતા ઘણા વધુ ખતરનાક છે.

ચામાચીડિયામાં નવા 20 વાયરસ મળી આવ્યા

કોરોનાનો પ્રથમ કેસ ચીનના વુહાન શહેરમાં પણ આવ્યો હતો. જે પછી વુહાન વાયરસ રિસર્ચ સેન્ટરે કહ્યું હતું કે કોરોના વાયરસ ચામાચીડિયાથી ફેલાયો હતો. હવે ફરી એકવાર ચામાચીડિયામાં આ નવા 20 વાયરસ પણ મળી આવ્યા છે.

ચામાચીડિયામાં 20 ખતરનાક વાયરસ મળી આવ્યા

ચીનમાં સંશોધકોએ ચામાચીડિયામાં 20 વાયરસ શોધી કાઢ્યા છે. આ વાયરસ મનુષ્યો અને પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે. યુનાન પ્રાંતમાં વર્ષ 2017 થી 2021 દરમિયાન લગભગ 142 ચામાચીડિયાના કિડની પેશીઓમાંથી 22 ખતરનાક વાયરસ ઓળખવામાં આવ્યા છે. જેમાંથી બે વાયરસ હેન્ડ્રા અને નિપાહ જેવા જ છે. સંશોધનમાં એક અજાણ્યો બેક્ટેરિયા અને ક્લોસિએલા યુનાનેન્સિસ નામનો પરોપજીવી પણ મળી આવ્યો છે.

વાયરસ મનુષ્યોમાં ફેલાય તો વિનાશ કરી શકે

જો આ વાયરસ મનુષ્યોમાં ફેલાય જાય છે તો તે મોટી વિનાશ લાવી શકે છે. આ વાયરસ ચામાચીડિયાના પેશાબમાંથી નીકળીને ફળો અને પાણી સુધી પહોંચી શકે છે. આ વાયરસ દૂષિત ફળો અને પાણી પીવાથી મનુષ્યો અને પ્રાણીઓને પકડી શકે છે. જો આ વાયરસ મનુષ્યોમાં ફેલાય છે. તો તે કોરોના જેવા ગંભીર શ્વસન રોગો અને મગજમાં સોજો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. જે મગજને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

જોકે સંશોધકોએ હજુ સુધી કોઈ નવી મહામારીની પુષ્ટિ કરી નથી. પરંતુ આ ભયને અવગણી શકાય નહીં. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે આખી દુનિયાએ કોરોના વાયરસનો વિનાશ જોયો છે.

આ પણ વાંચો…ગુજરાતમાં કોરોનાનો કહેર, 912 પોઝીટિવ દર્દી સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતુ બીજું રાજ્ય બન્યું…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button