ઇન્ટરનેશનલ

ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે ચોંકાવનારો ખુલાસો, આઈએઇએ કહ્યું ઈરાન નથી બનાવી રહ્યું પરમાણુ હથિયાર

વિયેના : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી(IAEA)ના વડા રાફેલ ગ્રોસીએ ફેરવી તોળ્યું છે. પહેલા તેમણે દાવો કર્યો હતો કે ઇરાન પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે અને હવે તેમણે કહ્યું છે કે આના કોઈ પુરાવા મળ્યા નથી.ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમમાં ઇઝરાયલે ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો અને આ પછી બંને દેશોએ એકબીજાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

ઇઝારાયેલે ગ્રોસીના નિવેદન બાદ હુમલા કર્યા

ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના અહેવાલ અને ગ્રોસીના નિવેદન પછી જ હુમલાઓ શરૂ કર્યા હતા. ઇરાને પણ ઈઝરાયેલ પર મિસાઇલોથી હુમલો કરીને બદલો લીધો છે. તેણે ગુરુવારે એક હોસ્પિટલને પણ નિશાન બનાવી હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

ગ્રોસીના મતે, સેટેલાઇટ તસવીરથી સ્પષ્ટ છે કે જ્યાં પણ ઇઝરાયલ પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરી રહ્યું છે ત્યાં રેડિયેશનના કોઈ પુરાવા નથી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકોને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકા પણ આ યુદ્ધમાં ઝંપલાવે તેવી શક્યતા છે. અમેરિકા ઇઝરાયલની સાથે છે અને તેણે ઇરાનને ઘણી વખત ચેતવણી આપી છે.

આ પણ વાંચો -‏‏‎ ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાની એન્ટ્રી, કિમ જોંગે ઈઝરાયલ અને અમેરિકાની ટીકા કરી

ઇરાને કહ્યું નિવેદન મોડું આવ્યું

ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે, ઇરાને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીનું આ નિવેદન મોડું આવ્યું છે. કારણ કે હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઇરાનનો આરોપ છે કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના ખોટા અહેવાલને કારણે ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button