સ્કોટલૅન્ડમાં વાવાઝોડું ફ્લોરિસ ત્રાટકવાની શક્યતા, કાર્યક્રમ સ્થગિત, ટ્રેન સેવાઓ રદ કરાઈ | મુંબઈ સમાચાર

સ્કોટલૅન્ડમાં વાવાઝોડું ફ્લોરિસ ત્રાટકવાની શક્યતા, કાર્યક્રમ સ્થગિત, ટ્રેન સેવાઓ રદ કરાઈ

લંડન : સ્કોટલૅન્ડમાં વાવાઝોડું ફ્લોરિસ ત્રાટકવાની શક્યતા છે. જેના પગલે વહીવટીતંત્ર સર્તક છે અને ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. તેમજ જાહેર પાર્ક બંધ કરવામાં આવ્યા છે.

તોફાનના પગલે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. બ્રિટનના હવામાન વિભાગે સ્કોટલૅન્ડ માટે એમ્બર સ્તરની ચેતવણી જાહેર કરી છે. જેનો મતલબ એ છે કે ભારે પવન અને વરસાદના લીધે જાનમાલનું નુકસાન થવાની શક્યતા છે. જેમાં દરિયાકાંઠે ઉંચી લહેરો પણ ઉઠી શકે છે.

આપણ વાંચો: દિલ્હીમાં ટ્રેવિસ હેડ નામના વંટોળ પછી ક્લાસેન નામનું વાવાઝોડું…

પવનની ગતિ 137 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાના પગલે પવનની ગતિ 137 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ વાવાઝોડું એવા સમયે આવ્યું છે જયારે સ્કોટલૅન્ડમાં પ્રવાસીઓ વધારે ભીડ છે.

જેમાં સ્કોટલૅન્ડની રાજધાની એડિનબર્ગમાં હાલ વિશ્વ પ્રસિદ્ધ એડિનબર્ગ ફ્રિન્જ ફેસ્ટિવલ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હિસ્સો લઈ રહ્યા છે. જોકે, તોફાનના પગલે એડિનબર્ગ કેસલમાં આયોજિત થનારો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. તેમજ સ્કોટલૅન્ડમાં અનેક ટ્રેન અને નૌકા સેવા રદ કરવામાં આવી છે.

આપણ વાંચો: રાજસ્થાનમાં વાવાઝોડું અને વરસાદ: ખૈરથલ-તિજારામાં માતા-પુત્રીના મોત

લોકોને મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની અપીલ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તોફાન ઉત્તરી આયર્લેન્ડ, વેલ્સ અને ઉત્તરી ઇંગ્લેન્ડના ભાગોને પણ અસર કરી શકે છે. સ્કોટલૅન્ડ સરકારના મંત્રી એન્જેલા કોન્સ્ટન્સે લોકોને મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે.

ટ્રેન સેવા પૂરી પાડતી સ્કોટરેલે લોકોને વિનંતી કરી છે કે તેઓ તંબુ, તાડપત્રી અથવા ફર્નિચર જેવી વસ્તુઓને યોગ્ય રીતે બાંધીને રાખે જેથી તે ભારે પવનમાં ઉડી ન જાય અને રેલ્વે ટ્રેક અથવા સાધનોને નુકસાન ન પહોંચે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button