પીએમ મોદીએ કહ્યું કે પહલગામમાં આતંકનો ભયાવહ ચહેરો જોયો, આતંકવાદના દરેક સ્વરૂપનો વિરોધ જરૂરી...
Top Newsઇન્ટરનેશનલ

પીએમ મોદીએ કહ્યું કે પહલગામમાં આતંકનો ભયાવહ ચહેરો જોયો, આતંકવાદના દરેક સ્વરૂપનો વિરોધ જરૂરી…

તિયાનજિન : પીએમ મોદીએ એસસીઓ સમિટમાં આતંકવાદના મુદ્દાને ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત આતંકવાદનો સામનો કરી રહ્યો છે. કેટલી માતાઓ તેમના બાળકને ગુમાવ્યા છે તેમજ કેટલા બાળકો અનાથ થયા છે.

અમે હાલમાં જ પહલગામમાં આતંકનો ભયાવહ ચહેરો જોયો છે. આ દુ:ખના સમયમાં જે લોકો અમારી સાથે ઉભા હતા તેમનો હું આભાર વ્યક્ત કરું છું.

આતંકવાદના દરેક સ્વરૂપનો વિરોધ કરવો પડશે
તેમણે વધુમાં જણાવ્યું કે, આ હુમલો માત્ર ભારતની આત્મા પર નથી થયો પરંતુ માનવવામાં વિશ્વાસ કરનારા વ્યક્તિ માટે પડકાર હતો. તેવા સમયે એ સવાલ સ્વભાવિક છે કે કેટલાક દેશો આતંકવાદને સમર્થન આપે છે તે અમે કેવી રીતે સ્વીકાર કરી શકીએ.

તેથી આપણે સ્પષ્ટ પણે એક સાથે કહેવું પડશે કે આતંકવાદ માટે બેવડા ધોરણો સ્વીકાર્ય નથી. આપણે મળીને આતંકવાદના દરેક સ્વરૂપનો વિરોધ કરવો પડશે. આ માનવતા માટે આપણી ફરજ છે.

આ ઉપરાંત પીએમ મોદીએ તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન SCOનો અર્થ સમજાવતા જણાવ્યું હતી કે S-સુરક્ષા, C-કનેક્ટિવિટી અને O-તક છે.

અમે કોલ્ડ વોર અને ધમકાવાની વૃતિનો વિરોધ કરીએ છીએ : શી જિનપીંગ
જયારે એસસીસો સમિટના બીજા દિવસે ઓપનિંગ સેશન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે ક્ષેત્રીય સુરક્ષા પર ભાર મુક્યો હતો.

તેમણે અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે આ મંચ બાહરી દખલ અંદાજીને સહન નહી કરે. તેમણે દેશોને મતભેદો દુર કરીને સાથે ચાલવા પર ભાર મુક્યો. તેમજ કહ્યું કે સંયુકત વિચાર સાથે આગળ વધવું જોઈએ.

આ પણ વાંચો…પીએમ મોદી અને જિનપિંગની કેમેસ્ટ્રી જોઈ ટ્રમ્પના એડવાઈઝર લાલઘૂમઃ ભારત માટે શું કહ્યું, જાણો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button