Haj pilgrimage: સાઉદી અરેબિયાએ હજ યાત્રા શરૂ કરવાની તારીખ જાહેર કરી, લાખો લોકો સાઉદી પહોંચ્યા
રિયાધ: સાઉદી અરેબિયા(Saudi Arabia)એ હજ યાત્રા(Haj pilgrimage) માટે તારીખની જાહેરાત કરી છે, સાઉદી અરેબિયાના જણાવ્યા મુજબ ગુરુવારે સાંજે અર્ધચંદ્રાકાર એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વવેટરીથી ચંદ્ર(crescent moon) જોયા બાદ તારીખ જાહેર કરવામાં આવી છે, હજ યાત્રા 14 જૂનથી શરૂ થશે.
સાઉદી અરેબિયાના મીડિયા અહેવાલમાં જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે નિર્ધારિત કર્યું છે કે ઇસ્લામિક કેલેન્ડરનો 12મો અને અંતિમ મહિનો ધુ અલ-હિજાહ(Dhu al-Hijjah) શુક્રવારથી શરૂ થશે.
Read More: પાકિસ્તાન બન્યું UNSCનું અસ્થાયી સભ્ય, કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો
હજ યાત્રાએ એ ઇસ્લામ ધર્મના પાંચ સ્તંભોમાંથી એક છે, એવું માનવામાં આવે છે કે ઇસ્લામ ધર્મનું પાલન કરતા દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછી એક વાર હજ કરવી જોઈએ.
સાઉદી અરેબિયાના મક્કા અને મદીનામાં ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર સ્થળો છે. દુનિયાના વિવિધ દેશોમાંથી લોકો હજ માટે આવે છે. સત્તાવાર આંકડાઓ અનુસાર ગયા વર્ષે 18 લાખથી વધુ મુસ્લિમોએ હજમાં ભાગ લીધો હતો. સાઉદી અરેબિયા દર વર્ષે હજ અને તીર્થયાત્રાઓથી અબજો ડોલર કમાય છે, જેને ઉમરા તરીકે ઓળખવામાં આવે છે.
Read More: Air India-Vistara Merger: NCLTએ એર ઇન્ડિયા-વિસ્તારા મર્જરને મંજૂરી આપી
ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં, સાઉદી હજ અને ઉમરાહ પ્રધાન, તૌફિક અલ-રબિયાએ જણાવ્યું હતું કે “વિશ્વના વિવિધ દેશોમાંથી આશરે 12 લાખ હજયાત્રીઓ, આ વર્ષની હજ માટે સાઉદી અરેબિયા પહોંચી ચૂક્યા છે.”