ઇન્ટરનેશનલ

સાઉદી અરેબિયાના ખરાબ દિવસો શરુ, મોહમ્મદ બિન સલમાનને ત્રણ મોરચે લાગ્યો ફટકો

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન તણાવ વચ્ચે સાઉદી અરેબિયાને ત્રણ મોરચે ફટકો પડ્યો છે. જેમાં તુર્કીની બેવડી વૃત્તિ ખુલ્લી પડતા ઇસ્લામિક દેશોના નાટોનું સ્વપ્ન પડી ભાંગ્યું છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને યુએઈ પર નિયંત્રણ મેળવવા કરેલો પ્રયાસ નિષ્ફળ ગયો. તેમજ ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી માટે યુએસ ગયેલા સંરક્ષણ પ્રધાન ખાલિદ બિન સલમાનની યુએસ અધિકારીઓ સાથેની ગુપ્ત વાતચીત લીક થઈ છે.

અમેરિકા સાથેની વાતચીત લીક થતા સાઉદી અરેબિયાના ભાંડો ફૂટ્યો

ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવા યુએસ ગયેલા સાઉદી અરેબિયાના સંરક્ષણ પ્રધાન ખાલિદ બિન સલમાન અમેરિકાના અધિકારીઓને મળ્યા હતા. તેમણે વ્હાઇટ હાઉસમાં વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ સાથે બેઠકો યોજી હતી. સાઉદી અરેબિયા ઈરાન-યુએસ તણાવમાં મધ્યસ્થી માટે હિમાયત કરી રહ્યું છે. તેણે જાહેરમાં કહ્યું હતું કે તે ઈરાન સામે હુમલા માટે તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ થવા દેશે નહીં. જો કે, ગુપ્ત વાતચીત લીક થતા સાઉદી અરેબિયાના ભાંડો ફૂટ્યો હતો. જેમાં પ્રિન્સ ખાલિદ બિન સલમાને વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન સામેની તેમની ધમકીઓનું પાલન નહીં કરે તો ઈરાન વધુ મજબૂત બનશે. આ નિવેદન સાઉદી અરેબિયા વિશ્વ સમક્ષ રજૂ કરી રહેલી નીતિથી તદ્દન વિપરીત છે.

તુર્કીયેની બેવડી વૃત્તિ ખુલ્લી પડતા ઇસ્લામિક દેશોના નાટોનું સ્વપ્ન પડી ભાંગ્યું

આ ઉપરાંત સાઉદી અરેબિયા અને પાકિસ્તાને સપ્ટેમ્બર 2025 માં એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારમાં એવી શરત હતી કે કોઈપણ દેશ પર હુમલો બીજા પર હુમલો માનવામાં આવશે. આ કરાર સીધા નાટોના કલમ 5 ને પ્રતિબિંબિત કરે છે. જે એક સભ્ય પર હુમલો સમગ્ર જોડાણ પર હુમલો માને છે. આ કારણોસર, ઘણા નિષ્ણાતોએ આ કરારને ઇસ્લામિક નાટો તરફનું પ્રથમ નક્કર પગલું માન્યું હતું. જોકે, તેમાં તુર્કીયે પણ જોડાય તેવી શક્યતા હતા. જોકે, 1 ફેબ્રુઆરીના રોજ, તુર્કીએ સ્પષ્ટતા કરી કે તે સંરક્ષણ કરારમાં જોડાશે નહીં. જેના લીધે ઇસ્લામિક દેશોના નાટોનું સ્વપ્ન પડી ભાંગ્યું છે.

UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદે તેમના પુત્ર ક્રાઉન પ્રિન્સને સંપત્તિ સોંપી દીધી

જયારે UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદે તેમના પુત્ર, ક્રાઉન પ્રિન્સને 260 બિલિયન ડોલરની સંપત્તિ સોંપી દીધી છે. આ નિર્ણય UAE અને સાઉદી અરેબિયા વચ્ચેના તણાવ વચ્ચે આવ્યો છે. આ દરમિયાન ઝાયેદ અલ નાહ્યાન પરિવારમાં સત્તા સંઘર્ષ શરૂ થયો છે. સાઉદી અરેબિયા શેખ તાહનૌન બિન ઝાયેદ અલ નાહ્યાનને ટેકો આપી રહ્યું છે. તાહનૌન રાષ્ટ્રપતિના નાના ભાઈ અને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તેઓ UAE ના સૌથી મોટા વેલ્થ ફંડના વડા પણ છે.

રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદે સંકેત આપ્યો કે રાષ્ટ્રપતિ પદ પુત્રને સોંપશે

તાહનૌનને જાસૂસ શેખ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમને સુરક્ષા અને ગુપ્તચર બાબતોમાં ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. તેઓ સરકારી અને ખાનગી ભંડોળ સહિત 1.3 ટ્રિલિયન ડોલરથી વધુ મૂલ્યના સંપત્તિ અને રોકાણ સામ્રાજ્યનું સંચાલન કરે છે. તેઓ વિશ્વના સૌથી શક્તિશાળી રોકાણકારોમાંના એક છે. તાહનૌનને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નજીકના પણ માનવામાં આવે છે.તેમના પુત્રને સંપત્તિ સોંપીને, રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદે સંકેત આપ્યો કે રાષ્ટ્રપતિ પદ હવે તેમને સોંપવામાં આવશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button