સરોદવાદક શિરાઝ અલી ખાને બાંગ્લાદેશમાં બચવા ઓળખ છૂપાવવી પડી, કહ્યું, કોઈ ભારતીય સલામત નથી………….

ઢાકાઃ જાણીતા સરોદવાદક શિરાઝ અલી ખાનને બાંગ્લાદેશમાં ભયાનક અનુભવ થયો હતો. તેમણે બચવા માટે ઓળખ છૂપાવવી પડી હતી. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં એક પણ ભારતીય સુરક્ષિત નથી. તેઓ બાંગ્લાદેશમાં કોન્સર્ટ માટે ગયા હતા પરંતુ મહામુસીબતે બચીને આવ્યા હતા. એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, સ્થાનિકોએ તેમને ભારતીયની ઓળખ અંગે કોઈને જાણ ન કરવા જણાવ્યું હતું.
સ્થાનિક લોકોએ સ્થિતિ વણસી રહી હોવાનું જણાવ્યું
સરોદવાદક શિરાઝ અલી ખાને જણાવ્યું, તેઓ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પહોંચ્યા હતા. તે સમયે સ્થિતિ સમાન્યા હતા. જ્યારે ઓછા દર્શકો જોયા ત્યારે લાગ્યું કે પરેશાની થઈ શકે છે. સ્થાનિક લોકોએ સ્થિતિ વણસી રહી હોવાનું કહીને તેમને ભારતીય હોવાની વાત કોઈને ન કરવા સલાહ આપી હતી.
સ્થાનિક બાંગ્લાનો ઉપયોગ કર્યો
સરોદવાદકે જણાવ્યું કે, હોટલ સ્ટાફે પણ મને આવી જ સલાહ આપી હતી. તેમણે કહ્યું, જ્યારે પણ બાંગ્લાદેશ આવે છે ત્યારે કોલકાતા બાંગ્લા બોલે છે પરંતુ આ વખતે સ્થાનિક બાંગ્લાનો ઉપયોગ કર્યો હતો. મારી અટક ખાન હતી અને હું મુસ્લિમ છું તે માટે મેં તેના પર જ ભાર મૂક્યો હતો.
કોઈપણ ભારતીય સલામત નથી
બીજા દિવસે સવારે મને છયનૌટ ઘટના અંગે ખબર પડી. હું ત્યાં જ જવાનો હતો. મેં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધીમાં બંધ થઈ ગયું હતું. હું ભારત પરત ફર્યો. આ ઉપરાંત તેમણે કહ્યું, મારા મૂળ બાંગ્લાદેશમાં છે અને હું ત્યાં માત્ર સંગીત શીખવા જાવ છું. આ પહેલાં ઘણા લોકો મારું સ્વાગત કરતા હતા પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચુકી છે. તેમણે કહ્યું કે, કોઈપણ ભારતીય સલામત નથી અને માહોલ ભારત વિરોધી છે.
આ પણ વાંચો…‘યુનુસ સરકારે આતંકવાદીઓને છૂટા મૂક્યા!’ બાંગ્લાદેશ હિંસા અંગે શેખ હસીનાનું નિવેદન



