ભાઈજાને બલૂચિસ્તાનને અલગ દેશ ગણાવતા પાકિસ્તાનને મરચા લાગ્યા! સલમાન ખાનને 'આતંકવાદી' જાહેર કર્યો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલમનોરંજન

ભાઈજાને બલૂચિસ્તાનને અલગ દેશ ગણાવતા પાકિસ્તાનને મરચા લાગ્યા! સલમાન ખાનને ‘આતંકવાદી’ જાહેર કર્યો

મુંબઈ/ઇસ્લામાબાદ: બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને લઈને પાકિસ્તાન સરકારે એક ચોંકવાનારો અને વિવાદિત નિર્ણય લીધો છે. તાજેતરમાં જ સાઉદી અરબમાં એક કાર્યક્રમ દરમિયાન સલમાન ખાને કથિત રીતે બલૂચિસ્તાનને એક અલગ દેશ કહ્યો હતો અને જેના કારણે પાકિસ્તાન નારાજ થયું હતું. આ નિવેદન બાદ શહબાજ સરકારે સત્તાવર સૂચના પ્રસારિત કરીને સલમાન ખાનને પાકિસ્તાનના આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળ આતંકવાદી જાહેર કરી દીધો છે.

સઉદી અરબમાં એક ફોરમમાં સંબોધન કરતી વખતે સલમાન ખાને કહ્યું હતું કે, “આ બલૂચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક જણ સાઉદી અરબમાં મહેનતથી કામ કરી રહ્યા છે.” આ જ નિવેદનથી પાકિસ્તાનને મરચા લાગી ગયા હતા. હકીકતમાં, લાંબા સમયથી બલૂચિસ્તાનમાં પાકિસ્તાનથી અલગ થવા માટે આંદોલન ચાલી રહ્યું છે, જેને પાકિસ્તાની સેના અત્યાચારોથી કચડી નાખવાનો પ્રયાસ કરે છે. સલમાન ખાનના નિવેદન પરથી પણ એવું લાગતું હતું કે તે બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવી રહ્યા છે. આવા સંજોગોમાં, પાકિસ્તાનનું ભડકવું સ્વાભાવિક હતું.

પાકિસ્તાને સલમાન ખાનનું નામ ફોર્થ શેડ્યૂલમાં ઉમેરી દીધું છે. પાકિસ્તાનના આતંકવાદ વિરોધી અધિનિયમ ૧૯૯૭ હેઠળ તૈયાર કરાયેલી ફોર્થ શેડ્યૂલમાં તે લોકોને રાખવામાં આવે છે જેમના પર આતંકવાદી અથવા કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા હોય છે. આ સૂચિમાં સામેલ લોકોને પાકિસ્તાનની સરહદોની અંદર ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. તેમના પર મુસાફરી પ્રતિબંધો લાગે છે, તેમની સંપત્તિ જપ્ત થઈ શકે છે અને તેઓ સખત દેખરેખ હેઠળ રહે છે. આ એક ઘરેલુ કાયદાકીય જોગવાઈ છે, જેનો અર્થ છે કે તે ફક્ત પાકિસ્તાની સરહદોની અંદર જ લાગુ થાય છે.

આપણ વાંચો:  ‘તમે ફ્રોડ એડ ચલાવી રહ્યા છો….’ રોષે ભરાયેલા ટ્રમ્પે કેનેડા પર વધુ 10% ટેરીફ લાદ્યો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button