તેંડુલકર બન્યા ‘ક્રિકેટ ગુરુ’: હવે અમેરિકામાં યુવા ક્રિકેટરને આપશે ટ્રેનિંગ…

હ્યુસ્ટન (અમેરિકા): ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અમેરિકાના ટેક્સાસમાં નેશનલ ક્રિકેટ લીગ ફાઈનલ દરમિયાન ખાસ ક્રિકેટ ક્લિનિકમાં યુવા ક્રિકેટરોને ક્રિકેટના પાઠ ભણાવશે. આ ક્રિકેટ ક્લિનિક યુ. એસ.માં યુવા ક્રિકેટરોને પ્રેરણા આપવા અને રમતને પાયાનાસ્તરે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ખાતે યોજવામાં આવશે.
આ પણ વાંચો : રસ્તા વચ્ચે કાર ઊભી રાખીને આ શું કર્યું Sachin Tendulkarએ? વીડિયો થયો વાઈરલ…
સચિન તેંડુલકરે કહ્યું હતું કે “ક્રિકેટે મને ઘણું આપ્યું છે અને હવે તેને પાછું આપવાનો મારો વારો છે. “હું આ યુવા ખેલાડીઓને મળીને અને તેમને બતાવવા માટે ઉત્સાહિત છું કે સખત મહેનત અને જુસ્સાથી કંઈપણ હાંસલ કરી શકાય છે.”
નેશનલ ક્રિકેટ લીગના પ્રમુખ અરુણ અગ્રવાલે તેંડુલકરની ભાગીદારીના મહત્વ વિશે કહ્યું હતું કે “તે ક્રિકેટ કરતાં પણ વધુ મહત્વનું છે. તે અન્ય લોકોને તેમની આશાઓ અને સપના સાકાર કરવા માટે પ્રેરણા આપવા વિશે છે. સચિન જેવી વ્યક્તિ આ યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપે છે તે ખૂબ જ અર્થપૂર્ણ છે.
આ પણ વાંચો : Kashmirમાં આ કોને મળ્યો Sachin Tendulkar? વીડિયો થયો વાઈરલ…
સુનિલ ગાવસ્કર, વસીમ અકરમ અને સર વિવિયન રિચર્ડ્સ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરો એનસીએલ સાથે જોડાયેલા છે. શાહિદ આફ્રિદી, સુરેશ રૈના, શાકિબ અલ હસન અને ક્રિસ લિન જેવા ખેલાડીઓએ પણ નેશનલ ક્રિકેટ લીગની આ સીઝનમાં સેવા આપી હતી. નેશનલ ક્રિકેટ લીગને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું સમર્થન છે.