ઇન્ટરનેશનલનેશનલ

એસ જયશંકરે યુએસ રાજદૂતની CAA ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી

નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ જયશંકરે નાગરિકતા સંશોધન કાયદાની વિદેશી ટીકાને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે તેઓ ઐતિહાસિક સંદર્ભોને સમજ્યા જ નથી અને તેમને ભારતના ઇતિહાસની સમજણ નથી.

વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) પર યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે CAA વિભાજનની સમસ્યાઓને ઉકેલવા માટે લાવવામાં આવ્યું હતું અને વિશ્વ ખાસ કરીને અમેરિકા એવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યું છે કે જાણે ભારતનું વિભાજન ક્યારેય થયું જ ન હતું. CAA કાનૂન પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચાર ગુજારવામાં આવેલા બિન-મુસ્લિમ લઘુમતીઓ માટે ભારતીય નાગરિકત્વની પ્રક્રિયા ઝડપી બનાવે છે. તેમણે એમ પણ જણાવ્ઉં હતું કે જે લોકોને ભાગલા સમયે નિરાશ કરવામાં આવ્યા હતા તેમની પ્રત્યે પણ ભારતની જવાબદારી છે.

કેન્દ્ર સરકાર દ્વારા CAAનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમેરિકાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તે ભારતમાં CAAની અમલની સૂચનાથી ચિંતિત છે અને તેના અમલીકરણ પર નજીકથી નજર રાખી રહ્યું છે. અમેરિકન રાજદૂત ગારસેટ્ટીએ તેમને પૂછવામાં આવેલા CAA પરના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે તમે મિત્રો તરીકે ગમે તેટલા નજીક હો તો પણ સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી શકાય નહી. જોકે, ગારસેટ્ટીની આવી દલીલનો જવાબ આપતા એસ. જયશંકરે સ્પષઅટ જણાવ્યું હતું કે જવાબમાં એસ જયશંકરે કહ્યું કે તેમની સરકારના પણ સિદ્ધાંતો છે. ભારત સરકારની એ લોકો પ્રત્યે પણ જવાબદારી છે જેમને વિભાજન સમયે નિરાશ કરવામાં આવ્યા હતા. બીજા સામે આંગળી ચિંધતા પહેલા જ્યારે લોકો અરીસો જોતા નથી ત્યારે તકલીફ થાય છે. ભારત દેશના અગાઉના નેતૃત્વએ (ગાંધીજીએ) તેમની લઘુમતીઓને વચન આપ્યું હતું કે જો તમને કોઈ સમસ્યા હોય, તો તમારું ભારતમાં આવવાનું સ્વાગત છે. ત્યારબાદ નેતૃત્વએ વચનો પૂરા કર્યા ન હતા. તેમના એ વચનો પૂરા કરવાની અમારી ફરજ છે.

12 માર્ચે, કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આવેલા લઘુમતિ (નોન-મુસ્લિમ) શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે નાગરિકતા કાયદા (CAA)ના અમલની જાહેરાત કરી હતી. આ કાયદાને કારણે દેશભરમાં વિરોધ પક્ષોએ વિવાદ છેડ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો