રશિયાનો ભયાનક ભૂકંપ: હિરોશિમાના 14,300 પરમાણુ બોમ્બ જેટલો શક્તિશાળી કેમ?

રશિયામાં આવેલા ભયંકર ભૂકંપથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. રશિયાના કામચટકા ટાપુ નજીક આવેલા ભૂકંપની અસર જાપાનમાં પણ વર્તાઈ હતી. ભૂકંપ બાદ રશિયાના દરિયામાં સુનામીની અસર પણ જોવા મળી છે. 8.8 તીવ્રતાના આ ભૂકંપને પરમાણુ બોમ્બના વિસ્ફોટ સમાન બતાવવામાં આવ્યો છે.
હિરોશિમાના પરમાણુ વિસ્ફોટ સમાન ભૂકંપ
સામાન્ય રીતે જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે સૌથી પહેલા તેની તીવ્રતા જાણવામાં આવે છે. રશિયામાં આજે આવેલા ભૂકંપની તીવ્રતા 8.8 હતી. વૈજ્ઞાનિકો આ તીવ્રતાને હિરોશિમા ખાતે થયેલા પરમાણુ બોમ્બ વિસ્ફોટ જેવા 14,300 પરમાણુ બોમ્બના વિસ્ફોટ સમાન ગણાવી રહ્યા છે. જેની પાછળ ભૂકંપની તીવ્રતાનું વિજ્ઞાન જવાબદાર છે.
4,5,6,7,8, 9 જેવી જુદા-જુદા ભૂકંપની તીવ્રતા જોવા મળે છે. જેમ જેમ ભૂકંપની તીવ્રતાનો આંકડો વધતો જાય, તેમ તેમ ભૂકંપની ઊર્જામાં 31.6 ગણો વધારો થાય છે. તેથી 7 ની તીવ્રતા કરતા 8ની તીવ્રતાવાળા ભૂકંપની ઊર્જા 31.6 ગણી વધારે હશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર, 9 x 10^17 જુલ ઊર્જા પેદા થઈ છે. આ ઊર્જાની શક્તિ જાણવા માટે તેની તુલના પરમાણુ બોમ્બના વિસ્ફોટ સાથે કરવામાં આવે છે. કેટલાક વૈજ્ઞાનિકો રશિયાના ભૂકંપની ઊર્જાને 9000 પરમાણુ બોમ્બના વિસ્ફોટ સાથે પણ સરખાવી રહ્યા છે.
ભૂકંપની ઊર્જાનું કેવી રીતે માપન થાય?
હિરોશિમા શહેર પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઊર્જા 6.3 x 10^13 જુલ હતી. 9 x 10^17 ને 6.3 x 10^13 સાથે ભાગવાથી 1.43 x 10^4 જુલ જવાબ આવે છે. જેનાથી જાણી શકાય છે કે, 8.8ની તીવ્રતાના ભૂકંપની ઊર્જા 14,300 પરમાણુ બોમ્બના વિસ્ફોટ સમાન છે.
ઉલ્લેખનીય છે કે, 20 જુલાઈ 2025ના રોજ રશિયાના કામચટકા પ્રાયદ્વીપ વિસ્તારમાં જ 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહીયા સૌથી વધુ 9.0ની તીવ્રતાનો ભૂકંપ 4 નવેમ્બર, 1952ના રોજ નોંધાયો હતો.
આપણ વાંચો :કેટી પેરી અને જસ્ટિન ટ્રુડોની મુલાકાત: અફેરની અટકળોએ જોર પકડ્યું!