ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાએ ઝડપેલી રશિયન ટેન્કરને હિમાચલનો રક્ષિત ચલાવતો હતો, પરિવારે પીએમ મોદીને પરત લાવવા અપીલ કરી

કાંગડા: અમેરિકાએ 7 જાન્યુઆરીના રોજ વેનેઝૂએલામાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ટેન્કરને ઝડપી હતી. જેમાં ત્રણ ભારતીય ક્રૂ સભ્યોમાંથી હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લાના મર્ચન્ટ નેવી અધિકારી રક્ષિત ચૌહાણ ચલાવતા હતા. તેની બાદ તેમના કોઈ ખબર અંતર નથી. તેમજ આવતા મહીને તેમના લગ્ન પણ નક્કી કરવામાં આવ્યા છે. જેના પગલે તેમના પરિવારે પીએમ મોદીને તેમને પરત લાવવા માટે અપીલ કરી છે.

રશિયન કંપની દ્વારા વેનેઝુએલા મોકલવામાં આવ્યો હતો

આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, રક્ષિત ચૌહાણને તેની રશિયન કંપની દ્વારા દરિયાઈ કાર્ય માટે વેનેઝુએલા મોકલવામાં આવ્યો હતો. તે 28 સભ્યોના ક્રૂ સાથે ટેન્કર મેરીનેરા પર સવાર હતો. જેને 7 જાન્યુઆરીએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા જપ્ત કરવામાં આવી હતી.

છેલ્લી વાર 7 જાન્યુઆરીએ રક્ષિત સાથે વાત કરી હતી

જયારે રક્ષિતની માતા રીટા દેવીએ રવિવારે વડાપ્રધાનને અપીલ કરતા કહ્યું, “કૃપા કરીને મારા પુત્ર રક્ષિતની સલામત પરત લાવો. રક્ષિતના લગ્ન 19 ફેબ્રુઆરીએ થવાના છે. તેમણે કહ્યું, અમે છેલ્લી વાર 7 જાન્યુઆરીએ રક્ષિત સાથે વાત કરી હતી, અને અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ કે તે સુરક્ષિત રીતે પરત ફરે. તેમણે ગોવા અને કેરળના અન્ય બે ભારતીય સભ્યોની વાપસી માટે વડાપ્રધાન અને વિદેશ પ્રધાનને અપીલ કરી છે.

જહાજને સરહદ પર રોકી દેવામાં આવ્યું

રક્ષિતના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે રક્ષિત 1 ઓગસ્ટ, 2025 ના રોજ મર્ચન્ટ નેવીમાં જોડાયા હતા. તેમના પિતા રણજીત સિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, એક રશિયન કંપનીએ શરૂઆતમાં રક્ષિતને દરિયાઈ કાર્યના ભાગ રૂપે તેલ એકત્રિત કરવા માટે વેનેઝુએલા મોકલ્યો હતો. પરંતુ જહાજને સરહદ પર રોકી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સરહદ પર 10 દિવસ રાહ જોયા પછી કંપનીએ જહાજને પાછું બોલાવ્યું હતું. પરંતુ યુએસ અધિકારીઓ દ્વારા તેને જપ્ત કરવામાં આવ્યું છે.

ક્રૂ સભ્યો હાલમાં અમેરિકાની કસ્ટડીમાં

રક્ષિતના પિતા રણજીત સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પાલમપુરના ધારાસભ્યએ પણ રક્ષિત વિશે માહિતી માંગી છે અને ખાતરી આપી છે કે તેઓ શિમલા જશે અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે. જ્યારે જહાજ જપ્ત કરવામાં આવ્યું ત્યારે તેમાં 28 ક્રૂ સભ્યો હતા. જેમાં ત્રણ ભારતીય, 20 યુક્રેનિયન, છ જ્યોર્જિયન અને બે રશિયનનો સમાવેશ થાય છે. આ બધા ક્રૂ સભ્યો હાલમાં અમેરિકાની કસ્ટડીમાં છે.

આપણ વાંચો:  ડોનાલ્ડ ટ્રમ્પ હવે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ? સોશિયલ મીડિયા પર કરી આવી પોસ્ટ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button