રશિયાના રાષ્ટ્રપતિ Putin નું નિવાસ બળીને ખાખ, યુક્રેનનો આરોપ ત્યાં હતું ન્યુકિલયર બંકર
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું(Putin) સાઇબિરીયામાં અલ્તાઇ પર્વત પર નિવાસ હતું. જેમાં અચાનક આગ(Fire)લાગતા નિવાસ બળી ગયું છે. આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ સમગ્ર દોષ યુક્રેન પર નાખવામાં આવી રહ્યો છે. આ એ જ નિવાસ છે જ્યાં પુતિને ઈટલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનું મહેમાનગતિનું આયોજન કર્યું હતું.
પુતિન અહીં ઔષધીય સ્નાન કરતા હતા
માનવામાં આવી રહ્યું છે કે આ નિવાસમાં ગુપ્ત છૂપાવવાની જગ્યા પણ છે. પુતિન અહીં ઔષધીય સ્નાન કરતા હતા. આ સમગ્ર કેમ્પસ સત્તાવાર રીતે ગેઝપ્રોમની માલિકીનું છે. જે રશિયામાં ઘણા વૈભવી મહેલોની સંભાળ રાખે છે. ઘરની અંદર લાગેલી આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી, પરંતુ આગ ખૂબ જ ભયાનક હતી.
આ પણ વાંચો: “આપણે ત્રીજા વિશ્વ યુદ્ધથી માત્ર એક પગલું દૂર”, ચૂંટણીમાં જંગી જીત બાદ પુતિનની ચેતવણી
પુતિનની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી
આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી. પરંતુ કેટલાક લોકો માને છે કે યુક્રેન આ કામ કરી શકે છે. કારણ કે રશિયાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. નિવાસમાં આગ લાગવાના સમાચાર સૌપ્રથમ બ્લોગર અમીર આઈતાશેવે આપ્યા હતા. રશિયાની ન્યૂઝ ચેનલે સત્તાવાર નિવેદન મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પુતિનની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.