ઇન્ટરનેશનલ

Russia-Ukraine War: યુક્રેન યુદ્ધવિરામ માટે નવી રણનીતિ તૈયાર, બ્રિટન, ફ્રાંસ અને યુક્રેન અમેરિકા સામે મૂકશે પ્રસ્તાવ…

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામમાં(Russia-Ukraine War)એકલા અમેરિકાની મધ્યસ્થતા હાલના સંજોગોમા અશક્ય લાગી રહી છે. જેમાં પણ હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની ઉગ્ર ચર્ચા બાદ યુક્રેન યુદ્ધવિરામ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનું શરૂ થયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હાલ બ્રિટનમાં છે તેમને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચા બાદ બ્રિટન, ફ્રાંસ અને યુરોપમાંથી સમર્થન મળી રહ્યું છે. જેમાં બ્રિટેન છેલ્લા સમય સુધી યુક્રેન સાથે રહેવાનું વચન આપ્યું છે.

Also read : ટ્રમ્પ અને ઝેલેન્સકીના ડખ્ખામાં બીજા બધા રહ્યા ભૂખા, વ્હાઈટ હાઉસમાં સ્વાદિષ્ટ ભોજન તો હતું પણ…

ત્યારે હવે બ્રિટન, ફ્રાન્સ અને યુક્રેન યુદ્ધવિરામ માટે અંગે એક નવી બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યા છે. આ ત્રણેય દેશો વચ્ચે યુદ્ધવિરામ પર કામ કરવા માટે એક કરાર થયો છે. એકવાર પ્રસ્તાવ તૈયાર થઈ જાય પછી તેને અમેરિકા સમક્ષ રજૂ કરવામાં આવશે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટોર્મરે આ માહિતી આપી. સ્ટોર્મરે જણાવ્યું હતું કે ચાર દેશોના નેતાઓ વચ્ચેની વાતચીત બાદ યુદ્ધ વિરામની આખરી બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.

યુરોપિયન નેતાઓની સમિટનું આયોજન

અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર ચર્ચાના એક દિવસ પછી આ યોજના પ્રકાશમાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનું માનવું છે કે યુએસ રાષ્ટ્રપતિ યુક્રેનમાં કાયમી શાંતિ ઇચ્છે છે. તેમણે પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો કે તેને ટકાવી રાખવા માટે અમેરિકન સુરક્ષા ગેરંટીની જરૂર પડશે. આ તેની સૌથી મોટી સ્થિતિ છે. સ્ટોર્મર રવિવારે લંડનમાં યુક્રેન પર ચર્ચા કરવા માટે યુરોપિયન નેતાઓની સમિટનું આયોજન કરી રહ્યા છે.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે કટિબદ્ધ

યુક્રેનમાં શાંતિની સંભાવનાઓને આગળ વધારવા માટે રાજદ્વારી પ્રયાસોના એક અઠવાડિયાને આ બેઠકમાં સમાપન કરવામાં આવ્યું. પરંતુ રવિવારે યુરોપિયન નેતાઓની સમિટમાં ઓવલ ઓફિસની ઘટનાનું પ્રભુત્વ રહ્યું. જ્યારે ટ્રમ્પ અને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે ઓવલ ઓફિસમાં ઝેલેન્સકી પર યુએસ સમર્થન માટે પૂરતા આભારી ન હોવાનો આરોપ લગાવ્યો. તેનું ટીવી પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે તેઓ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે કટિબદ્ધ છે.

નાટો સહિત આ દેશો આ પરિષદમાં ભાગ લેશે

જ્યારે સ્ટોર્મરે કહ્યું, યુક્રેનમાં ન્યાયી અને સ્થાયી શાંતિ સુનિશ્ચિત કરવા માટે અમારી પાસે સાથે આવવાની તક છે જે તેમની સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરશે.હવે યુક્રેન માટે શ્રેષ્ઠ પરિણામની ખાતરી આપવા, યુરોપિયન સુરક્ષાનું રક્ષણ કરવા અને આપણા સામૂહિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક થવાનો સમય છે.

Also read : યુક્રેન-રશિયાનું યુદ્ધ પૂરું કરવાની ચર્ચા ચાલતી હતી અને ટ્રમ્પ અને ઝેલેન્સ્કી પોતે જ બાખડી પડ્યા

આ સમિટમાં ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, ઇટાલી, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, સ્પેન, કેનેડા, ફિનલેન્ડ, સ્વીડન, ચેક રિપબ્લિક અને રોમાનિયાના નેતાઓ પણ હાજરી આપશે. તુર્કીના વિદેશ પ્રધાન, નાટો મહાસચિવ અને યુરોપિયન કમિશન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખો પણ ભાગ લેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button