ઇન્ટરનેશનલ

Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની લકઝરી કારમાં વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહિ

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની(Russia Ukrain War) ચર્ચા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સત્તાવાર કારના કાફલાની એક લકઝરી કારમાં વિસ્ફોટ થયો છે. જેના કારણે કારમાં આગ લાગી હતી. પુતિનની 275,000 પાઉન્ડ ની કિંમતની ઓરસ સેનેટ લુબ્યાન્કામાં એફએસબી મુખ્યાલય પાસે સળગતી જોવા મળી હતી. મધ્ય મોસ્કોમાં બનેલી આ ઘટનાએ રશિયાના રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી કરી છે.

https://twitter.com/i/status/1906016760710766612

લોકો મદદ માટે દોડી આવ્યા હતા

જોકે, આ કારમાં વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. જ્યારે આ ઘટના જોનારાના મતે આગ એન્જિનમાંથી શરૂ થઈ હતી અને પછી વાહનની અંદર ફેલાઈ ગઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે ઘટના દરમિયાન નજીકના રેસ્ટોરન્ટમાં હાજર લોકો ફાયર ફાઇટર આવે તે પહેલાં મદદ માટે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: શું ટેસ્લા કાર પર હુમલા બાદ ડીઓજી વડાનું પદ છોડશે Elon Musk ? આપ્યા આ સંકેત

વાહનની દેખરેખ રાષ્ટ્રપતિના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે

વિડીયોમા વાહનમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો અને કારના પાછળના ભાગને નુકસાન થતું દેખાતું હતું. મીડિયા અહેવાલ મુજબ આ વિસ્ફોટમાં હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આ વાહનની દેખરેખ રાષ્ટ્રપતિના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. જે રાષ્ટ્રપતિના પરિવહનનું સંચાલન કરે છે. તેમજ ઘટના સમયે કારની અંદર કોઇ હતું કે નહિ તે હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button