રશિયા અને યુક્રેન યુદ્ધ કેદીઓની અદલાબદલી કરી, પ્રિયજનો વચ્ચે પહોંચતા જ આંખો છલકાઈ

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ(Russia Ukraine war)ચાલી રહ્યું છે, યુદ્ધની ભયાનકતા વચ્ચે બંને પક્ષેએ એક મહત્વ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. જેનાથી સંખ્યાબંધ પરિવારોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. યુક્રેન અને રશિયાએ શુક્રવારે યુદ્ધ કેદી(War prisoners) બનાવેલા એક બીજાના 75-75 સૈનિકોની આપ-લે કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. છેલ્લા ત્રણ મહિનામાં બંને દેશો વચ્ચે યુદ્ધ કેદીઓની આ પ્રથમ અદલાબદલી છે. રશિયા અને યુક્રેનનો આ નિર્ણયની પ્રસંશા કરવામાં આવી રહી છે.
ચાર યુક્રેનિયન નાગરિકો સહિત યુદ્ધકેદીઓને બસમાં બેસાડી ઉત્તરી સુમી પ્રદેશમાં લઈ જવામાં આવ્યા હતા. બસમાંથી ઉતરતાની સાથે જ તેમની આંખો લાગણીઓથી ભરાઈ ગઈ હતી, તેમના પરિવારજનોને ફોન કરીને તેમના વતન પરત ફરવાની જાણ કરી. કેટલાક લોકો ઘૂંટણિયે પડીને જમીનને ચૂમવા લાગ્યા, જ્યારે ઘણા લોકો યુક્રેનના રાષ્ટ્રધ્વજમાં લપેટાઈને એકબીજાને ગળે લગાડી રડવા લાગ્યા.
અધિકારીઓએ જણાવ્યું કે યુદ્ધ કેદીઓની આપ-લેના થોડા સમય પહેલા બંને પક્ષોએ તે જ સ્થળે સૈનિકોના મૃતદેહો એકબીજાને સોંપ્યા હતા.
આ વર્ષે યુદ્ધકેદીઓની ચોથી વખત અદલાબદલી કરવામાં આવી છે અને ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી 52મી વખત યુદ્ધ કેદીઓની આપ-લે કરવામાં આવી છે.
યુક્રેનિયન કોઓર્ડિનેશન હેડક્વાર્ટર અનુસાર, કુલ 3,210 યુક્રેનિયન લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો યુદ્ધ શરુ થયા બાદથી દેશમાં પાછા ફર્યા છે.
Also Read –