ઇન્ટરનેશનલ

રશિયાએ શરૂ કરી Nuclear War ની તૈયારી ! આર્કટિક સમુદ્રમાં મળ્યા પુરાવા

મોસ્કોઃ રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે પરમાણુ હુમલાનો(Nuclear War)ખતરો વધી ગયો છે. મીડિયા અહેવાલ મુજબ પુતિન પરમાણુ યુદ્ધથી થોડાક જ ડગલાં દૂર છે. રશિયાએ આર્કટિક સમુદ્રમાં પરમાણુ વિસ્ફોટ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) બોર્ડર પાસે ‘ફ્લાઈંગ ચેર્નોબિલ’ ટેસ્ટ સાઇટ પર પણ આના પુરાવા મળ્યા છે. સેટેલાઇટ તસવીરો અનુસાર, રશિયા પરમાણુ યુદ્ધ પહેલા આર્ક્ટિક સમુદ્રમાં 1990 પછી પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ માટે જરૂરી રેડિયો એક્ટિવ સ્પાઇકની હાજરી નાટો બોર્ડર પર પણ મળી આવી છે. આનાથી યુક્રેન સહિત નાટો અને અમેરિકામા ચિંતામાં મુકાયું છે.

આર્કટિક ક્ષેત્રમાં પરમાણુ વિસ્ફોટ કરી શકે છે

રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે તે શીત યુદ્ધ પછી પ્રથમ વખત પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પરમાણુ પરીક્ષણ સ્થળના સેટેલાઇટ ફોટામાં રશિયાની તૈયારીઓ જોતા એવું લાગે છે કે પુતિન કોઈપણ ક્ષણે આર્કટિક ક્ષેત્રમાં પરમાણુ વિસ્ફોટ કરી શકે છે. નોર્વેની રશિયા સાથેની સરહદ પર પણ રેડિયો એક્ટિવ સ્પાઇકના મજબૂત નિશાન મળી આવ્યા છે. રશિયન અધિકારીઓએ કહ્યું કે જો પુતિન આદેશ આપે તો આર્કટિકમાં તરત જ પરમાણુ પરીક્ષણ શરૂ કરી શકાય છે.

આ પણ વાંચો : Russia Ukraine War: પુતિન બાદ જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું રશિયા-યુક્રેન સંઘર્ષ ને ઉકેલી શકે છે ભારત -ચીન

પરીક્ષણ સ્થળ પર તૈયારીઓ પૂર્ણ

અહેવાલો અનુસાર, રશિયાના ટોચના અધિકારીઓ પશ્ચિમ માટે ચેતવણી તરીકે પરમાણુ પરીક્ષણ માટે પુતિન પર દબાણ કરી રહ્યા છે. આ પરીક્ષણ જૂની સોવિયેત સાઇટ પર થશે. જેનો ઉપયોગ 70 વર્ષ પહેલાં નોવાયા ઝેમલ્યા દ્વીપસમૂહમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. ટેસ્ટ સાઇટના ફેસિલિટી ડિરેક્ટર રીઅર-એડમિરલ એન્ડ્રી સિનિટસિને જણાવ્યું હતું કે પરીક્ષણ સાઇટ પરીક્ષણ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. લેબોરેટરી અને પરીક્ષણ સુવિધાઓ તૈયાર છે. કર્મચારીઓ તૈયાર છે. જો ઓર્ડર આપવામાં આવે તો અમે કોઈપણ સમયે પરીક્ષણ શરૂ કરીશું.

પશ્ચિમી દેશોએ દેખરેખ વધારી

રશિયાની તૈયારીઓ જોઈને પશ્ચિમે તેની દેખરેખ વધારી દીધી છે. પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ નોવાયા ઝેમલ્યા પર રશિયાની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. ભૂતપૂર્વ રશિયન સ્પેસ એજન્સીના વડા દિમિત્રી રોગોજિને નોવાયા ઝેમલ્યામાં પ્રતિબંધિત પરમાણુ પરીક્ષણોને રોકવાની માંગ કરી છે

આ દરમિયાન સપ્ટેમ્બરમાં રશિયા સાથેની તેની સરહદ નજીક નોર્વેના ભાગોમાં રેડિયો એક્ટિવ સીઝિયમ-137ના નિશાન મળી આવ્યા હતા. સ્પાઇકનું કારણ અજ્ઞાત હોવા છતાં સ્તર હજુ પણ સામાન્ય કરતાં વધુ હોવાનું જણાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button