Russia Missile Attack Zaporizhzhia Ukraine
ઇન્ટરનેશનલ

રશિયાના મિસાઇલ હુમલામાં 13 નાગરીકોના મોત, યુક્રેનનો વળતો જવાબ

કિવ: રશિયાએ યુક્રેન પર આક્રમણ શરુ કર્યાને ત્રણ વર્ષ જેટલો સમય (Russia attack on Ukraine) વીતવા આવ્યો છે. રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે, જેમાં નિર્દોષ નાગરીકો જીવ ગુમાવી રહ્યા છે. એવામાં ગઈ કાલે બુધવારે રશિયાએ દક્ષિણ યુક્રેનના શહેર ઝાપોરિઝ્ઝિયા (Zaporizhzhia)માં મોટો હુમલો કર્યો હતો. મિસાઇલ હુમલામાં 13 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતાં અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

વિડીયોમાં ભયંકર દ્રશ્યો:
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ X પર આ હુમલા બાદ જોવા મળેલા દ્રશ્યોનો એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે, રસ્તા પર કાટમાળના ઢગલા વચ્ચે નાગરિકોના મૃતદેહ પડેલા છે. ઇજાગ્રસ્તોને ઇમરજન્સી સર્વિસના સારવાર આપી રહ્યા છે. પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું કે હુમલામાં 13 નાગરિકો માર્યા ગયા છે. હુમલાની થોડી મિનિટો પહેલા તેમણે ઝાપોરિઝ્ઝિયા ક્ષેત્રમાં ‘હાઈ-સ્પીડ મિસાઈલો’ અને ‘ગ્લાઈડ બોમ્બ’ છોડવાના વિશે ચેતવણી આપી હતી.

Also read: યુક્રેને રશિયા પર કર્યો હુમલો, હથિયારના કારખાનાને બનાવ્યું નિશાન

યુક્રેને વળતો હુમલો કર્યો:
યુક્રેને પણ રશિયાને વળતો જવાબ આપ્યો હતો. યુક્રેનિયન સૈન્યએ બુધવારે જણાવ્યું હતું કે તેમણે રશિયાની અંદર એક ફયુલ ડેપો પર હુમલો કર્યો હતો, જેના કારણે ડેપોમાં ભારે આગ લાગી હતી. આ ડેપો રશિયન એરફોર્સ માટે મહત્વપૂર્ણ છે. યુક્રેનની સેનાના અધિકારી એ જણાવ્યું કે આ હુમલો યુક્રેનિયન સરહદથી લગભગ 600 કિલોમીટર પૂર્વમાં રશિયાના સારાટોવ પ્રદેશમાં એંગલ્સ નજીક એક સ્ટોરેજ સુવિધા પર થયો હતો.

સંબંધિત લેખો

Back to top button