ઇન્ટરનેશનલ

આ દેશ રશિયાનો આગામી ટાર્ગેટ? યુદ્ધના ભણકારા વચ્ચે બંકરો અને ટનલનું નિર્માણ શરૂ!

બર્લિન: રશિયાએ 22 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો શરુ કર્યો હતો, ત્યાર બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરુ (Russia-Ukraine War) થયું હતું. ત્રણ વર્ષથી વધુ સમયથી આ યુદ્ધ ચાલી ચાલી રહ્યું છે, આ યુદ્ધમાં ઉક્રેનને ભારે નુકશાન પહોંચ્યું છે. એવામાં તાજેતરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આગામી ચાર વર્ષમાં વધુ એક યુરોપિયન દેશ પર હુમલો કરી શકે છે, રશિયાના હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને જર્મનીએ સંરક્ષણ તૈયારી શરુ (Russia may attack on germany) દીધી છે. જર્મનીએ બંકર અને ટનલ બનાવવાનું શરૂ કર્યું છે.

જર્મનીના સુરક્ષા વિભાગના વડા રાલ્ફ ટેસ્લરે એક નિવેદનમાં જણાવ્યું કે, અગાઉ એવું માનવામાં આવતું હતું કે જર્મનીને રશિયાથી કોઈ જોખમ નથી.. જોકે, હવે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. અમને ડર છે કે યુરોપમાં મોટું યુદ્ધ શરુ થઇ શકે છે.

નવા બંકરો બનાવવામાં આવી રહ્યા છે:
જર્મનીના ચીફ ઓફ ડિફેન્સ જનરલ કાર્સ્ટન બ્રાઉરે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ દર વર્ષે સેંકડો ટેન્ક બનાવી રહ્યા છે. જો 2029 સુધીમાં નાટો દેશો પર હુમલો થાય તો ટેંકનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, જર્મની હવે નવા બંકર બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ કામમાં વધુ સમય અને પૈસા લાગશે. મેટ્રો સ્ટેશન, કાર પાર્કિંગ, ભોંયરાઓ અને પબ્લિક શેલ્ટરનું કામ પણ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે.

ટેસ્લરે કહ્યું કે 10 લાખ લોકો માટે બંકર અને સલામત ઇમારતો બનાવવા માટે દરેકના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં એજન્સી લોકો સાથે સંપૂર્ણ યોજના શેર કરશે.

આપણ વાંચો:  પાકિસ્તાન પાણી માટે તરસે છે: ભારતના કડક વલણ બાદ જળસ્તર ઘટ્યા, પાક પર સંકટ

રશિયા અને યુક્રેનની સરહદે આવેલું પોલેન્ડ આ વર્ષે તેના જીડીપીના લગભગ 5 ટકા સંરક્ષણ પાછળ ખર્ચ કરશે. જે અન્ય કોઈપણ નાટો દેશ કરતાં વધુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button