રશિયામાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા, મોટું નુકસાન કે જાનહાનિ નહી…

રશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ કામચાટકાના પૂર્વી કિનારા નજીક આ ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ છે.
યુએસ જિયોલોજીકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપ રશિયાના કામચાટકાથી 120 માઇલ પૂર્વ-દક્ષિણ પૂર્વમાં 22 માઇલની ઊંડાઈએ નોંધાયો છે.
કોઈ મોટું નુકસાન કે જાનહાનિ નહી
જોકે, ભૂકંપથી કોઈ મોટું નુકસાન કે જાનહાનિ નોંધાઈ નથી. તેમજ હાલ સુનામીનો કોઈ ખતરો નથી. આ ઉપરાંત અધિકારીઓએ કામચત્કા અને કુરિલ ટાપુઓના રહેવાસીઓને સતર્ક રહેવા અને કોઈપણ સ્થળાંતરના આદેશોનું
પાલન કરવા વિનંતી કરી.
29 જુલાઈ 2025 ના રોજ 8.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે આ જ વિસ્તારમાં 29 જુલાઈ 2025 ના રોજ 8.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના લીધે કુરિલ ટાપુઓમાં 13 ફૂટ ઊંચા સુનામી મોજા ઉછળ્યા હતા અને મોટા પાયે સ્થળાંતર થયું હતું.
જેની બાદ જ્વાળામુખી પણ સક્રિય થયો હતો. જેમાં ક્રેશેનિનિકોવ જવાળામુખીનો સમાવેશ થાય છે. જે 400 વર્ષથી વધુ સમયથી સુષુપ્ત અવસ્થામાં હતો.