Good News! રશિયાએ Cancer Vaccine બનાવી હોવાનો દાવો કર્યો, આ લોકોને મફતમાં આપશે

નવી દિલ્હી : સમગ્ર વિશ્વ કેન્સરની બીમારીથી પરેશાન છે. તેમજ તેના ઈલાજ અને રોકવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. તેમજ અનેક રિસર્ચ પણ કરવામાં આવી રહ્યા છે. તેવા સમયે કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં રશિયાના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે કેન્સરની વેક્સિન(Cancer Vaccine)તૈયાર કરી છે. તેમજ રશિયા મફતમાં બધા નાગરિકોને આ વેક્સિન લગાવશે. રશિયન આરોગ્ય મંત્રાલયના રેડિયોલૉજી મેડિકલ રિસર્ચ સેંટર કે જનરલ ડાયરેક્ટર એન્ડ્રી કપ્રિન ને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિનની માહિતી આપી હતી. રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે તેણે કેન્સરની વિરુદ્ધ એક વેક્સિન વિકસાવી છે.
રસીના દરેક શોટ દર્દી માટે વ્યક્તિગત રીતે તૈયાર કરવામાં આવ્યા
મીડિયા અહેવાલ અનુસાર, રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તેઓએ કેન્સરની રસી વિકસાવી છે. રિપોર્ટ અનુસાર, આ રસી કેન્સરના દર્દીઓની સારવાર માટે હશે. જો કે, તેનો ઉપયોગ ટયૂમરને રોકવા માટે કરવામાં આવશે નહીં. અગાઉ, રશિયા તરફથી બહાર આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રસીના દરેક શોટ દર્દી માટે વ્યક્તિગત રીતે તૈયાર કરવામાં આવ્યા છે. પશ્ચિમી દેશોમાં પણ આવી જ રસી તૈયાર કરવામાં આવી રહી છે. રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી
રસી ટ્યૂમરની વૃદ્ધિ અને મેટાસ્ટેસિસને અટકાવે છે
કેન્સરની રસી લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે, ગમલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગ કહે છે કે આ કેન્સરની રસીના પ્રી-ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે આ રસી ટ્યૂમરની વૃદ્ધિ અને મેટાસ્ટેસિસને અટકાવે છે.
નાગરિકોને મફતમાં આપવામાં આવશે
રશિયન આરોગ્ય મંત્રાલયે 16 ડિસેમ્બર ના રોજ જાહેરાત કરી કે તેણે કેન્સર સામે એક રસી તૈયાર કરી છે. જે વર્ષ 2025 ની શરૂઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે. રશિયાએ કહ્યું છે કે તે આ કેન્સરની રસી
તમામ નાગરિકોને મફતમાં આપવામાં આવશે.
દર વર્ષે લાખો લોકો કેન્સરને કારણે જીવ ગુમાવે છે
ઉલ્લેખનીય છે કે, કેન્સર એક એવો રોગ છે જેણે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે અને તેની સારવારની પ્રક્રિયા અત્યંત ખર્ચાળ અને મુશ્કેલ રહી છે. દર વર્ષે લાખો લોકો કેન્સરને કારણે જીવ ગુમાવે છે. તેની સારવાર માટે નવી પધ્ધતિની શોધ પણ કરવામાં આવી રહી છે. રશિયન ન્યૂઝ એજન્સી અનુસાર, આ રસીકરણ વિશેની માહિતી રશિયન આરોગ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડિરેક્ટર એન્ડ્રે કેપ્રિન દ્વારા એક રશિયન રેડિયો ચેનલ પર આપવામાં આવી હતી.