ઇન્ટરનેશનલ

હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આ પ્રાણી પર જ નિર્ભર છે

ઈસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાનના વિભાજન વખતે બંને દેશો લગભગ એક સરખી પરિસ્થિતિમાં હતા. અને થોડા જ સમય બાદ ભારતમાં પ્રગતિ અને વિકાસ જોવા મળ્યો પરંતુ પાકિસ્તાન આજે પણ એ જ પરિસ્થિતિમાં છે. પાકિસ્તાને પોતાનું વધારે ધ્યાન પોતાની પ્રગતિ કરતાં પડોશી દેશને નુકસાન પહોંચાડવા પર વધુ ધ્યાન આપ્યું અને આ જ કારણે આજે પણ પાકિસ્તાનની ગણતરી એવા દેશોમાં થાય છે જેમાં વિકાસ નામ માત્રનો પણ નથી. પાકિસ્તાનમાં ન તો લોકશાહી મજબૂત થઈ શકી અને ન તો અર્થવ્યવસ્થા આગળ વધી શકી.

પાડોશી દેશ પાકિસ્તાનમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ જો આપણે ત્યાંની આર્થિક અને રાજકીય સ્થિતિની વાત કરીએ તો તે આજે પણ બહુ જ ખરાબ છે. આજના સમયમાં ગરીબીના ઓંઠા નીચે રહેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ ગધેડા પર નિર્ભર છે. જો કે આ અમે નથી કહેતા પરંતુ આવું અમે નથી કહેતા પરંતુ સર્વે જણાવે છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા સતત વધી રહી છે.


પાકિસ્તાન ઈકોનોમિક સર્વે 2022-23 દર્શાવે છે કે પાડોશી દેશમાં ગધેડાની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2019-20માં પાકિસ્તાનમાં 55 લાખ ગધેડા હતા, જ્યારે 2020-21માં તેમની સંખ્યા વધીને 56 લાખ થઈ ગઈ છે. ત્યારે હાલના નવા સર્વે મુજબ 2022-23માં પાકિસ્તાનમાં કુલ 58 લાખ ગધેડા છે. જો કે અહીં ભેંસ, ઘેટા અને બકરા પણ વધ્યા છે, પરંતુ ગધેડાની સંખ્યા વધુ ખૂબજ ઝડપથી વધી છે. સોશિયલ મીડિયા પર તો આ બાબતની મજાક બનતી જ હોય છે. પરંતુ હાલમાં આ બાબત રાજકીય મજાક પણ બની ગઈ છે, પરંતુ ઈમરાન ખાનની સરકાર આ ગધેડાની વધતી સંખ્યાને હંમેશા નફાકારક બિધનેસ ગણાવતી હતી.


તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન ચીનને ગધેડાની નિકાસ કરે છે. જો કે પાકિસ્તાનમાં ગધેડાનો ઉપયોગ ખેતી અને અન્ય કામ માટે થાય છે, પરંતુ પાકિસેતાનને ગધેડાના નિકાસથી વધુ નફો મળે છે. ચીનમાં પણ ગધેડાની સંખ્યા ઓછી નથી એટલું જ નહિ ચીન અન્ય દેશોમાંથી પણ ગધેડાની નિકાસ કરે છે. ચીન ગધેડાની ચામડીમાંથી મળતા જિલેટીન પ્રોટીનનો ઉપયોગ દવાઓમાં કરે છે, અને આ દવાઓને એકદમ શક્તિશાળી માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button