ઇન્ટરનેશનલ

બ્રિટનના વડા પ્રધાને તેમના ગૃહ પ્રધાનને આ કારણસર કર્યા બરતરફ…

લંડન: બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે તેમના સૌથી વરિષ્ઠ પ્રધાનોમાંના એક ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેનને બરતરફ કર્યા છે. ભારતીય મૂળની સુએલાના એક લેખને લઈને કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો જેમાં તેમણે લંડન પોલીસ પર પેલેસ્ટાઈન તરફી હોવાનો આરોપ લગાવ્યો હતો.

ગયા અઠવાડિયે લંડનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસે જે રીતે પ્રદર્શનોને અટકાવ્યા તેનાથી સુએલા નારાજ થયા હતા. તેમના એક લેખમાં તેમણે પેલેસ્ટાઈન તરફી વિરોધને અટકાવવા માટે લંડન પોલીસે જે રીતે લોકોને હેરાન કર્યા ત બાબતને લઇને ઋષિ સુનક પર નિશાન સાધ્યું હતું. આ લેખ બાદ સુક પર રાજકીય રીતે અને લોકોનું દબાણ વધી ગયું હતું. જેના કારણે વડા પ્રધાન સુનકે સુએલાને બરતરફ કરવામાં આવ્યા હતા.


આ ઘટનાની વચ્ચે સુએલાના બીજા એક નિવેદને પણ ઊહાપોહ મચાવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે બ્રિટિશ શહેરોમાં ફૂટપાથ પર રહેતા લોક પોતાની ઇચ્છાથી ત્યાં રહે છે અને તે તેમની જીવન જીવવાની રીત છે. પરંતુ જો આપણે આ બધું રોકવા માટે પગલાં નહીં લઈએ તો બ્રિટનના શહેરો અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસ જેવા શહેરો બની જશે, જ્યાં નબળી નીતિઓને કારણે અપરાધ, ડ્રગ્સનો દુરુપયોગ અને ગંદકી વધી છે.
સોશિયલ મીડિયા પર બ્રેવરમેનની આ ટિપ્પણી પર પણ ઘણો વિવાદ થયો હતો. બ્રિટનના વિપક્ષે તેમની સખત નિંદા કરી હતી અને તેની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ તેમના નિવેદનથી પોતાને દૂર રાખ્યા હતા. જ્યારે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને આ બાબત પર કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ