ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

મહિલા પર ગરમ કોફી ઢોળવા બદલ રેસ્ટોરાં ચૂકવશે 24 કરોડ રૂપિયાનો દંડ..

એક્સિડન્ટ, તેમજ આગ લાગવાની ઘટના અથવા અન્ય મોટી દુર્ઘટનાઓમાં અનેકવાર કોર્ટ જવાબદાર પક્ષને નુકસાન ભરપાઇનો આદેશ આપે છે. પરંતુ એક કોફીનું ઢોળાવું એ કોની ભૂલ અથવા દુર્ઘટના ગણાશે? અમેરિકામાં જાણીતી ડોનટ અને કોફી બ્રાન્ડ ડંકિનના એક આઉટલેટના માલિક માટે કદાચ કોઇના પર કોફી ઢોળવી એ તેના જીવનની સૌથી મોટી ભૂલ ગણાશે.

વર્ષ 2021માં અમેરિકાના જ્યોર્જિયામાં ડંકિનની એક રેસ્ટોરાંમાં કોફી સર્વ કરતી વખતે વેઇટરના હાથમાંથી ઓચિંતા જ કોફીનો કપ સરકી જતા મહિલાના હાથ પર કોફી ઢોળાઇ. ગરમાગરમ કોફી હાથ પર ઢોળાતા તેની ત્વચાને નુકસાન થયું અને આ ઘટનાને પગલે મહિલા કંપનીને કોર્ટ સુધી ઢસડી ગઇ. મોર્ગન એન્ડ મોર્ગન લો ફર્મના વકીલ બેન્જામીનનું કહેવું છે કે આ ઘટનામાં 70 વર્ષીય મહિલાને એટલી ઇજા પહોંચી હતી કે તેને આજે પણ દરરોજનું કામ કરવામાં તકલીફ પડે છે.


ઘટના બાદ કોફી કંપનીને તો ફરક ન પડ્યો પરંતુ આ મહિલા અનેક સપ્તાહ સુધી હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ રહી. તેને ત્વચામાં એટલી હદે નુકસાન થયું કે તેને હજુપણ પીડા થાય છે, તે સૂર્યપ્રકાશ સહન નથી કરી શકતી. તેમજ તેણે સતત મલમ લગાવી રાખવો પડે છે, તેવું મહિલાના વકીલે જણાવ્યું હતું.


મહિલાએ જ્યારે કોફી ઓર્ડર કરી હતી તે સમયે કર્મચારીએ આપેલો કોફીના કપમાં ઢાંકણુ ખૂલેલું હતું તેવી વિગતો સામે આવી છે. જો કોફી કપમાં ઢાંકણુ લગાવેલું હોત તો આ ઘટના ન સર્જાત તેવું કોર્ટમાં કહેવાયું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તપાસમાં ગરમ કોફી શરીર પર ઢોળાવાને લીધે મહિલાની કમર, પેટ અને જાંઘ પર થર્ડ ડિગ્રી સુધી બળવાના નિશાન હતા. મહિલાએ તેની સમગ્ર સારવારમાં 1.66 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે તેવું જણાવતા કોર્ટે નુકસાન સામે વળતર પેટે ડંકિન કંપનીને 3 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ચુલા પર રોટલી સેકતો જોવા મળ્યો સ્પાઇડર મેન Virat Kohliના આ ડિફરન્ટ ડિફરન્ટ લૂક જોયા કે? છઠ્ઠો લૂક જોઈને તો ફીદા થઈ જશો તમે… Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી