હાર્ટ એટેકે લીધો વધુ એક જીવ, લાઈવ પરફોર્મન્સ દરમિયાન સિંગરનું મૃત્યુ

હાલમાં જ બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તેને તરત જ હોસ્પિટલમાં લઇ જઇને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. જો કે હાલ તેની તબિયત સ્થિર છે. પરંતુ એક સિંગરનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે એક સિંગરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં લાઈવ પરફોર્મ કરતી વખતે અચાનક જ સિંગર જમીન પર પડી જાય છે.
બ્રાઝિલના ગોસ્પેલ સિંગર પેડ્રો હેનરિક જે ફક્ત 30 વર્ષનો હતો. પેડ્રો બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં લાઇવ પરફોર્મ કરી રહ્યો હતો અને અચાનક તે જમીન પર પડી ગયો અને બેભાન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં જોઇ શકાય છે.
સ્ટેજ પર પડી ગયા બાદ પેડ્રો હેનરીકને તાત્કાલિક નજીકના ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતો. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પેડ્રો હેનરિકે ત્રણ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. યુટ્યુબ પર તેના ઘણા વીડિયો શેર કર્યા બાદ 2015માં તેના પ્રોફેશનલ કરિયરની શરૂઆત થઈ હતી. હેનરિક તેના કરિયરમાં ઘણો સફળ પણ રહ્યો હતો.