ઇન્ટરનેશનલવેપાર

અમેરિકા માટે રાહતના સમાચાર, ચીને અનેક કેમિકલ પરના નિકાસ પ્રતિબંધ દૂર કર્યા

બેઈજિંગ : અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે અમેરિકા માટે રાહતના સમાચાર છે. જેમાં ચીનના વાણિજ્ય મંત્રાલયે રવિવારે જાહેરાત કરી કે ચીને ગેલિયમ, જર્મેનિયમ અને એન્ટિમોની જેવા કેમિકલ પર અમેરિકામાં નિકાસ પ્રતિબંધો કામચલાઉ ધોરણે હટાવી લીધા છે.

9 નવેમ્બર 2025 થી 27 નવેમ્બર 2026 સુધી પ્રતિબંધ દૂર કરાયો

ચીનના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ નિર્ણય ગેલિયમ, જર્મેનિયમ અને એન્ટિમોની જેવી ઔદ્યોગિક સામગ્રી સહિત ચોક્કસ દ્વિ-ઉપયોગી વસ્તુઓ પર લાગુ પડતા નિયંત્રણ પગલાંના આંશિક પ્રતિબંધ સંબંધિત છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધ 9 નવેમ્બર 2025 થી 27 નવેમ્બર 2026 સુધી દુર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ચીને નિકાસ પ્રતિબંધિત કરતાં સ્પેશિયાલિટી ફર્ટિલાઈઝરના ભાવમાં ઉછાળો

ઔદ્યોગિક સામગ્રીનો અમેરિકામાં નિકાસ પર પ્રતિબંધ હતો

આ અગાઉ ઔદ્યોગિક સામગ્રીના અમેરિકામાં નિકાસ પર પ્રતિબંધ હતો. તેમજ ગ્રેફાઇટ નિકાસ કડક નિરીક્ષણ બાદ કરવામાં આવશે. જે પહેલાની જેમ જ લાગુ રહેશે. જે યુએસ લશ્કરી અથવા લશ્કરી હેતુઓ માટે ઉપયોગ લેવામાં આવે છે. વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે આ કામચલાઉ પ્રતિબંધ ફક્ત સીમિત કેમિકલ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમજ ગત ડિસેમ્બરમાં, ચીને ચેતવણી આપી હતી કે કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ જે ચીનમાં ઉત્પાદિત બેવડા ઉપયોગના કેમિકલને અમેરિકન સંસ્થાઓને ગેરકાયદે રીતે નિકાસ કરશે તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

આ મહિનાની શરૂઆતમાં, યુએસ અને ચીન એક મહત્વપૂર્ણ વેપાર અને આર્થિક કરાર પર કર્યો હતો. આ કરાર દક્ષિણ કોરિયાના બુસાનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ વચ્ચેની બેઠક બાદ થયો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button