પાકિસ્તાનના બોમ્બમારામાં અફઘાનિસ્તાનના 3 ક્રિકેટરોનાં મોત પર રાશિદે ઠાલવ્યો આક્રોશ

કાબુલ : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે. જેમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો સહિત આઠ લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. જેની બાદ અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમજ આ હુમલાને બર્બર, અનૈતિક અને અમાનવીય” ગણાવ્યો હતો.તેમજ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણયને સમર્થન
રાશિદ ખાને કહ્યું, “નાગરિકો અને યુવા ખેલાડીઓને નિશાન બનાવવા કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે અને તે માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પાકિસ્તાન સામેની આગામી મેચોમાંથી ખસી જવાના નિર્ણયને પણ સમર્થન આપ્યું.
માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન
રાશિદ ખાને વધુમાં લખ્યું કે, નાગરિક માળખાને નિશાન બનાવવું સંપૂર્ણપણે અનૈતિક અને બર્બરતાપૂર્ણ છે. આ અન્યાયી અને ગેરકાયદે કૃત્યો માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. આ મુશ્કેલ સમયમાં હું અમારા લોકોની સાથે ઉભો છું. આપણા રાષ્ટ્રનું ગૌરવ હંમેશા પ્રથમ હોવું જોઈએ.
ત્રણ સ્થાનિક ક્રિકેટરો માર્યા ગયા
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં બંને દેશો સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનને મોટું નુકસાન થયું છે. જેમાં અફઘાનિસ્તાનમાં ઉર્ગુન જિલ્લામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરો માર્યા ગયા છે. જેના પગલે અફઘાનિસ્તાન પાકિસ્તાનના યોજાનારી ત્રિકોણીય શ્રેણીમાં નહી રમવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો…પાકિસ્તાનના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં ત્રણ ક્રિકેટરો સહિત આઠ લોકો માર્યા ગયા