રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉત્તર કોરિયાની મુલાકાતે, અમેરિકા સહીત દુનિયાભરના દેશોની નજર

પ્યોંગયાંગ: હાલ મહાસત્તા અમેરિકાની નજર ઉત્તર કોરિયા(North Korea) પર છે, કેમ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) મંગળવારે મોડી રાત્રે ઉત્તર કોરિયા પહોંચ્યા હતા. મહત્વની વાત એ છે કે પુતિન છેલ્લા 24 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાની મુલાકાતે છે. ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉન(Kim Jong Un)ને પ્યોંગયાંગના એરપોર્ટ પર પુતિનનું સ્વાગત કર્યું. જયારે વિશ્વ કેટલાક જીઓ-પોલીટીકલ સંઘર્ષોમાંથી પસાર થઇ રહ્યું છે, ત્યારે પરમાણું હથિયાર ધરવતા દેશોના વડાની મુકાલાત મહત્વની રહેશે.
અહેવાલો અનુસાર, પુતિને કહ્યું કે બંને દેશો અમેરિકા સાથે વધી રહેલા સંઘર્ષોને ધ્યાનમાં રાખીને લગાવવામાં પ્રતિબંધોનો સામે સાથે મળીને કામ કરવા માંગે છે. પુતિનની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.
ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગના રોડ્સ પુતિનના ફોટા અને રશિયન ઝંડાથી શણગારવામાં આવ્યા છે. એક બિલ્ડીંગ પર લખવામાં આવ્યું હતું કે, “અમે રશિયન ફેડરેશનના પ્રમુખનું ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ.”
આ પણ વાંચો : વ્લાદિમીર પુતિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, આ દેશોએ કર્યો છે બહિષ્કાર
પુતિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉષાકોવના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિની સાથે નાયબ વડા પ્રધાન ડેનિસ મન્ટુરોવ, સંરક્ષણ પ્રધાન આંદ્રે બેલોસોવ અને વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ સહિતના ટોચના અધિકારીઓ પણ ઉત્તર કોરિયાની મુલાકાતે છે. તેમણે જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન સંભવતઃ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગેના કરાર સહિત અનેક દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે.
ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં શિખર સંમેલન માટે રવાના થતા પહેલા, રશિયન પ્રમુખ પુતિને કિમ જોંગ ઉનનો યુક્રેન પરના હુમલાને સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો. આ દરમિયાન પુતિને એમ પણ કહ્યું હતું કે અમેરિકાની આગેવાની હેઠળના પ્રતિબંધોનો સામનો કરવા માટે બંને દેશ સાથે મળીને કામ કરશે. પુતિનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો અમેરિકા સાથે તણાવનો સામનો કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વથી અલગ પડી ગયા છે.
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તેઓ યુક્રેન પરના આક્રમણ માટે ઉત્તર કોરિયાના મજબૂત સમર્થનની પ્રશંસા કરે છે. રશિયા અને ઉત્તર કોરિયા વધુ સારા વેપારની શક્યતા શોધ કરશે અને પેમેન્ટ સિસ્ટમ વિકસાવશે જે પશ્ચિમી દેશોના નિયંત્રણ હેઠળ નહીં હોય અને તેઓ સંયુક્ત રીતે દેશો સામેના પ્રતિબંધોનો વિરોધ કરશે. બંને દેશો પ્રવાસન, સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રે પણ સહયોગ વધારશે.