ઇન્ટરનેશનલ

રશિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવશે, ટૂંક સમયમાં શેડ્યૂલ જાહેર થઈ શકે

Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવશે. ક્રેમલિન તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે, જોકે હજુ સુધી પ્રવાસની તારીખ નક્કી કરવામાં આવી નથી.

નિવેદનમાં જણાવ્યા મુજહબ, રાષ્ટ્રપતિ પુતિન ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવશે. રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિની ભારતની મુલાકાત માટેની તારીખો નક્કી કરવા માટેની છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે. જો કે અત્યાર સુધી ભારત સરકારે આ મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપી નથી.

રશિયાના રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ દિમિત્રી પેસ્કોવેને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું રશિયા રશિયા-યુક્રેન મુદ્દે ભારતની મધ્યસ્થતાને સ્વીકારશે, ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી કોઈ ચોક્કસ યોજના નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે મોદીનો રાષ્ટ્રપતિ પુતિન સાથે ખૂબ જ વિશેષ અને વ્યવહારિક સંબંધ છે. તેઓ યુક્રેનિયન પક્ષ સાથે પણ સંપર્કમાં છે, તેથી તેઓ પ્રત્યક્ષ માહિતી પ્રાપ્ત કરી શકે છે.

આ પણ વાંચો : ઓફીસ સંભાળતા પહેલા ટ્રમ્પ એક્શનમાં; પુતિનને ફોન કરી યુક્રેન યુદ્ધ અંગે આ ચર્ચા કરી


યુક્રેન સામે યુદ્ધ છેડાયા પછી પુતિને હવે ફક્ત મંગોલિયા અને ઉત્તર કોરિયાનો પ્રવાસ ખેડ્યો છે, ત્યારે હવે ભારતની પણ વિઝિટ કરી શકે છે. 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયા પછી પુતિન પહેલી વખત ભારત આવશે. આ અગાઉ છઠ્ઠી ડિસેમ્બર, 2021માં નવી દિલ્હીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 21મા ભારત-રશિયાના વચ્ચેના શિખર સંમેલનમાં ભારતમાં આવ્યા હતા. વડા પ્રધાન મોદીએ આ વર્ષે જુલાઈમાં મોસ્કોની મુલાકાત લીધી હતી, જે ભારત અને રશિયા વચ્ચેના એન્યુઅલ શિખર સંમેલન માટે થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button