Alexei Navalny Death: 'નવલ્નીની હત્યા માટે પુતિન જ જવાબદાર', રશિયન રાષ્ટ્રપતિના કટ્ટર વિરોધીના મૃત્યુ પર બાઇડેને આપી પ્રતિક્રિયા
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘નવલ્નીની હત્યા માટે પુતિન જ જવાબદાર’, રશિયન રાષ્ટ્રપતિના કટ્ટર વિરોધીના મૃત્યુ પર બાઇડેને આપી પ્રતિક્રિયા

રશિયાની જેલમાં સજા ભોગવી રહેલા વિપક્ષી નેતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નવલ્નીનું અચાનક અવસાન થયું છે. યામાલો-નેનેટ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે જેલમાં ચાલ્યા પછી નવલ્નીની તબિયત સારી નહોતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ નેવલનીના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી છે અને તેમણે નવલ્નીના મૃત્યુ માટે પુતિનને જ જવાબદાર ગણાવ્યા હતા.

એક નિવેદનમાં, બાઇડેને કહ્યું હતું કે, ‘તમે જાણો છો, વિશ્વભરના લાખો લોકોની જેમ, હું પણ એલેક્સી નવલ્નીના કથિત મૃત્યુના સમાચારથી આશ્ચર્યચકિત નથી થયો. મને ગુસ્સો આવે છે. પુતિન સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચાર અને હિંસા અને અન્ય તમામ ખરાબ બાબતો સામે તેઓ બહાદુરીપૂર્વક ઉભા થઈને લડતા હતા, જેને કારણે પુતિને તેમની ધરપકડ કરી અને તેમને ઝેર આપ્યું. તેમના પર બનાવટી ગુનાઓ માટે કાર્યવાહી કરવામાં આવી. તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યી, પરંતુ જેલમાં પણ, એલેક્સી સત્યના મજબૂત અવાજ હતા.


એલેક્સી નેવલનીના મૃત્યુ માટે પુતિનને જવાબદાર ઠેરવતા બાઇડેને કહ્યું હતું કે, ‘2020માં તેમની હત્યાનો પ્રયાસ થયો હતો, જો તેઓ ઈચ્છતા હોત, તો તે પછી તેઓ સુરક્ષિત રીતે દેશનિકાલમાં જીવી શક્યા હોત, કારણ કે તે સમયે તેઓ તેમના દેશમાં પણ ન હતા, પરંતુ તેઓને જાણ હોવા છતાં રશિયા પાછા ફર્યા કે ત્યાં તેમને કેદ કરવામાં આવશે અથવા તેમની હત્યા કરવામાં આવશે. પરંતુ તેમ છતાં તેમણે રશિયા જવાનું પસંદ કર્યું કારણ કે તેઓ તેમના દેશ રશિયાને ખૂબ પ્રેમ કરતા હતા.


તેના મૃત્યુના સમાચાર સાચા છે, અને મારી પાસે તેના પર વિશ્વાસ ન કરવાનું કોઈ કારણ નથી. રશિયન સત્તાવાળાઓ આ બાબતે પોતાની સફાઇ આપશે, પરંતુ કોઈ ભૂલ ન કરો. નવલ્નીના મૃત્યુ માટે માત્ર પુતિન જ જવાબદાર છે. અગાઉ પણ તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અગાઉ, યામાલો-નેનેટ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે જેલમાં ચાલ્યા પછી નવલ્નીની તબિયત સારી નહોતી. તેણે જેલ સત્તાવાળાઓને જણાવ્યું હતું કે તેની તબિયત સારી નથી, ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા. આ પછી મેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તેઓ હોશમાં આવ્યા નહીં.


એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ બે અઠવાડિયાથી ગુમ હતા જો કે, તેમના મૃત્યુના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. ‘નવલ્નીને લઈને ઘણી વખત અફવાઓ પણ સામે આવી છે. અગાઉ 2020માં સાઇબિરીયામાં તેમને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાના સમાચાર પણ આવ્યા હતા. જો કે, રશિયન સરકારે તેમની હત્યાના પ્રયાસોને નકારી કાઢ્યા હતા. સરકારે કહ્યું હતું કે તેમને નર્વ એજન્ટ વડે ઝેર આપવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા નથી. આ પછી, તેમના જેલમાંથી ગાયબ થવાની અફવાઓ પણ ઉડી હતી.

સંબંધિત લેખો

Back to top button