લોકપ્રિયતા અને દુનિયાના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 24 વર્ષથી રશિયામાં સત્તાના શિખર પર છે. તેઓ 7 ઓક્ટોબરે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમને જન્મ દિવસની શુભેચ્છા આપીએ અને એમના જીવન વિશે જાણીએ. અત્યંત ગરીબ પરિવારમાં જનમ્યા હોવા છતાં પુતિન રાષ્ટ્રપતિ બનવામાં સફળ રહ્યા.
તેમણે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. કાયદાનો અભ્યાસ કર્યા પછી, પુતિને સોવિયેત ગુપ્તચર એજન્સી KGBમાં નાના પદથી શરૂઆત કરી અને પછી Rest is history વ્લાદિમીર પુતિનની ઝીરોમાંથી હીરો બનવાની વાર્તા ઘણી રસપ્રદ છે. પુતિનનો જન્મ લેનિનગ્રાડ એટલે કે સેન્ટ પીટર્સબર્ગમાં 7 ઓક્ટોબર 1952ના રોજ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો.
બે ટંકનું પૂરુ કરવા માતા શેરીઓમાં ઝાડુ મારતી અને તેમના પિતા કારખાનામાં કામ કરતા હતા અને તેની માતા શેરીઓમાં ઝાડુ મારતી હતી. હીમથી ઠંડાગાર ઘરમાં ગરમ પાણી પણ તેમને નસીબમાં નહોતું. વ્લાદિમીર પુતિનના દાદા લેનિન અને જોસેફ સ્ટાલિનના અંગત રસોઇયા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમના પિતા ગ્રેનેડથી ઘાયલ થયા હતા અને સંપૂર્ણપણે અક્ષમ થઈ ગયા હતા. તે જ સમયે, લેનિનગ્રાડમાં, તેમની માતા ખોરાકના અભાવે મરવા પડી હતી. વ્લાદિમીરનો જન્મ થયો તે પહેલાં, તેમના બે ભાઈઓ ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
પુતિન અભ્યાસમાં હોશિયાર ન હતા. તેણે 12 વર્ષની ઉંમરે જુડો શીખવાનું શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં કાર્લ માર્ક્સ અને લેનિનની વાર્તાઓમાં તેમનો રસ વધી ગયો. શાળામાં અભ્યાસ કરતી વખતથી જ પુતિન કેજીબીમાં કારકિર્દી બનાવવા માંગતા હતા. તેમણે કાયદાનો અભ્યાસ કરવાનું વિચાર્યું અને લેનિનગ્રાડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
કૉલેજમાં અભ્યાસ કરતી વખતે, પુતિન સોવિયેત યુનિયનની કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા અને 1991માં પાર્ટીનું વિસર્જન ન થયું ત્યાં સુધી તેઓ સભ્ય રહ્યા. કૉલેજ પૂર્ણ કર્યા પછી, તેઓ સોવિયત સંઘની ગુપ્તચર એજન્સીમાં એક નાની પોસ્ટ મેળવવામાં સફળ થયા અને અહીંથી શરૂ થયેલી તેમની સફર ક્યારેય અટકી નહીં. કેજીબીમાં લેફ્ટનન્ટ કર્નલના પદ સુધી પહોંચ્યા.
જ્યારે પુતિને 1991માં કેજીબીમાંથી રાજીનામું આપ્યું, ત્યારે તેમણે તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી. મેયર ઓફિસમાં ફોરેન રિલેશન્સની કમિટી માટે તેમની પસંદગી કરવામાં આવી હતી અને તે તેના વડા બન્યા હતા. 1994 અને 1996 ની વચ્ચે, વ્લાદિમીરે સેન્ટ પીટર્સબર્ગમાં અનેક સરકારી હોદ્દાઓ સંભાળ્યા. 1996 માં પુતિન મોસ્કો ગયા અને તત્કાલિન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્ત્સિનના વહીવટમાં કામ કરવાનું શરૂ કર્યું.
તત્કાલિન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિનનું રાજીનામું પહેલાં વ્લાદિમીર પુતિન ફેડરલ સિક્યુરિટી સર્વિસના ડિરેક્ટર અને રશિયાની સુરક્ષા પરિષદના સચિવ તરીકે સેવા આપી ચૂક્યા હતા. 1999માં તેમને થોડા સમય માટે મંત્રી બનાવવામાં આવ્યા હતા અને પછી જ્યારે યેલ્તસિને રાજીનામું આપ્યું ત્યારે પુતિનને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.
ચાર મહિના પછી ચૂંટણી યોજાઈ ત્યારે પુતિન ઔપચારિક રીતે રશિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા. પહેલા 2004 થી 2008 અને પછી 2012 થી અત્યાર સુધી પુતિન રશિયાના રાષ્ટ્રપતિ પદ પર છે. આ દરમિયાન તેઓ 2008 થી 2012 સુધી રશિયાના વડાપ્રધાન પણ રહ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને