ઇન્ટરનેશનલ

પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ અને આતંકવાદી મોહિઉદ્દીનનું પાકિસ્તાનમાંથી અપહરણ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓના કારનામા ચાલુ જ છે. આ ક્રમમાં હવે જૈશ-એ-મોહમ્મદના મુખ્ય આતંકવાદી અને કુખ્યાત 2019 પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીરનું પાકિસ્તાનના હાફિઝાબાદથી ‘અજાણ્યા’ લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટના ડેરા હાજી ગુલામમાં ફેમિલી ફંક્શન માટે જતા સમયે બની હોવાનું કહેવાય છે. અપહરણ માટે જવાબદાર અજાણ્યા વાહન ચાલકોનો કોઇ પત્તો લાગ્યો નથી.

મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીરે 2019ના પુલવામા આતંકી હુમલાના પ્લાનિંગ અને તેને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 40 થી વધુ જવાન શહીદ થયા હતા. આ હુમલાથી વૈશ્વિક સ્તરે ભારે સનસનાટી મચી ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો.
ઔરંગઝેબ જ્યારે એક પારિવારિક કાર્યક્રમમાં જઇ રહ્યો હતો ત્યારે હાફિઝાબાદમાંથી તેનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું એક સંબંધી સાથે અજાણ્યા કાર સવારો દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો અને બળજબરીથી અટકાયતમાં લેવામાં આવ્યો, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ઔરંગઝેબ અને તેના સંબંધીઓના ઠેકાણા હજુ સુધી અજ્ઞાત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button